મોદીના કાયદાને બીજેપીના સીએમે જ પડકાર્યો, શિવરાજે કહ્યું- SC/ST એક્ટમાં પહેલા તપાસ પછી જ થશે ધરપકડ
નોંધનયી છે કે, સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટ મામલે મોટો ચૂકાદો આપ્યો હતો અને તપાસ બાદ જ કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધવાની વાત કહી હતી. જોકે કેન્દ્ર મોદી સરકારે એક વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે, બાલાઘાટમાં મીડિયાને સંબોધતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, તપાસ બાદ જ SC/ST એક્ટ અંતર્ગત ધરપકડ થશે. રાજ્યમાં દરેકના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે, આ માટે SC/ST એક્ટનો દુરપયોગ નહીં થવા દઇએ, પહેલા તપાસ અને બાદમાં ધરપકડ કરવામાં આવશે.
વધુમાં શિવરાજે કહ્યું કે, રાજ્યમાં સવર્ણ, પછાત વર્ગ, અનુસુચિત જાતિ, જનજાતિ એમ દરેક વર્ગના હિતોને સુરક્ષિત રાખવામાં આવશે, રાજ્યમાં જે પણ ફરિયાદ આવશે તેની પહેલા તપાસ થશે બાદમાં કોઇની પણ ધરપકડ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા SC/ST એક્ટમાં ફેરફારોને કેન્દ્રની મોદી સરકારે બદલી દીધા છે. પણ આનો મધ્યપ્રદેશમાં પુરજોશમાં વિરોધ યથાવત છે. મોદીના આ નિયમને બીજેપી મુખ્યમંત્રી શિવરાજ સિંહે પડકાર્યો છે, તેમને કહ્યું કે, SC/STનો એક્ટનો એમપીમાં દુરપયોગ નહીં થવા દઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -