મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાહુલ ગાંધી પર કરશે માનહાનિનો દાવો, જાણો શું છે મામલો
સીએમે ટ્વીટ કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ મારા અને મારા પરિવાર વિરુદ્ધ અનર્ગલ-તથ્યો વિનાના આરોપ લગાવી રહી છે. અમે બધાનુ સન્માન કરીએ છીએ અને મર્યાદા રાખીએ છીએ, પણ આજે તો રાહુલ ગાંધીએ મારા પુત્ર કાર્તિકેયનુ નામ પનામા પેપર્સમાં આવ્યુ છે કહીને બધી હદો પાર કરી દીધી છે. કાલેજ અમે તેના પર માનહાનિનો દાવો કરી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાઇ રહ્યુ છે કે રાજકીય ભાષણમાં પોતાના પુત્રનુ નામ ઘસેડવાને લઇને સીએ શિવરાજ સિંહ ચૌહાણ નારાજ છે. તેમને મોડી રાત્ર ટ્વીટ કરીને માહિતી આપી અને કહ્યું કે, તે મંગળવારે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.
વાત એમ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ પહેલા મધ્યપ્રદેશના પ્રવાસ પર છે, સોમવારે એક જનસભાને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે, 'મામાજીના જે પુત્રો છે, પનામા પેપર્સમાં તેમનુ નામ આવે છે. પાકિસ્તાનમાં પીએમ નવાઝ શરીફનું બહાર આવે છે પણ પાકિસ્તાનમાં જેમને જેલમાં નાંખી દેવામા આવે છે, પણ અહીં ચીફ મિનીસ્ટરના પુત્ર તેમનુ નામ પનામા પેપર્સમાં આવે છે તો કોઇ કાર્યવાહી નહીં.'
ઇન્દોરઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મંગળવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરી શકે છે, સીએમે અડધી રાત્રે આ વાતની માહિતી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -