મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાશે એ નક્કી, જાણો કોણે કોંગ્રેસને ટેકો આપી દેતાં કોંગ્રેસ માટે માર્ગ થયો મોકળો?
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રહી હતી. રાષ્ટ્રીય ચૂંટણી પંચે બુધવારે વહેલી સવારે મધ્ય પ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકોનાં પરિણામ જાહેર કર્યાં છે. આ પરિણામોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. 4 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા છે. સપાએ પહેલાં જ કોંગ્રેસને ટેકો આપી દીધો હતો તેથી કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધીને 115 થઈ હતીય છતાં કોંગ્રેસને હજુ એક ઉમેદવારનો ટેકો જોઈતો હતો.
મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. સ્પષ્ટ બહુમતી માટે 116 બેઠકો જોઈએ એ જોતાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ભલે ઉભરી પણ સ્પષ્ટ બહુમતીમાં તેને હજુ 2 બેઠકો જોઈતી હતી જ્યારે ભાજપને તો સ્પષ્ટ બહુમતી માટે 7 બેઠકો જોઈએ છે.
દરમિયાનમાં માયાવતીએ એલાન કર્યું કે, બસપા કોંગ્રેસને ટેકો આપે. માયાવતીની આ જાહેરાત બાદ કોંગ્રેસ પાસે 117 સભ્યોનો ટેકો થઈ જતાં તેની પાસે સ્પષ્ટ બહુમતી થઈ ગઈ છે. તેના કારણે હવે કોંગ્રેસનો મધ્ય પ્રદેશમાં સરકાર રચવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -