MP: ઝરણામાં નહાવા પડેલા 10 લોકો તણાયા, 40 લોકોને મોડી રાત્રે રેસ્ક્યૂ કરીને બચાવાયા
ડીએમએ કહ્યું કે, ઝરણામાં પાણી વધવા સંબંધી એલર્ટ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું પરંતુ લોકો માન્યા નહી. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે, ઘટના લગભગ ચાર વાગ્યાની છે જ્યારે ઝરણામાં અચાનક પાણી વધવા લાગ્યું હતું. ગ્વાલિયર શિવપુરી બોર્ડર પાસે સુલતાનગઢમાં મોટી સંખ્યામાં લોકો પિકનિક મનાવવા આવે છે. ઝરણાની પાસે પાર્વતી નદી અને અન્ય સ્થળો પર અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, શિવપુરીમાં વોટરફોલમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હું સતત બચાવદળના સંપર્કમાં છું. સાત લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. લોકો વોટરફોલમાં ફસાયા હોવાની જાણ થતા કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા
શિવપુરીઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં લગભગ 55 કિલોમીટર દુર સુભાષપુરામાં વિસ્તારમાં આવેલા સુલ્તાનગઢની પાસે એક કુદરતી ઝરણામાં બુધારે બપોરે અચાનક ઝડપથી વહેણ આવી ગયું, જેમાં 10 લોકો તણાઇ ગયા હતા, અને અન્ય 40 લોકોને મોડી રાત્રે 40 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતાં. આખી રાત ચાલેલા એસડીઆરએફની ટીમના ઓપરેશનમાં 40 લોકોને સહીસલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
શિવપુરી જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ હિંગણકરે જણાવ્યું કે, ઝરણામાં પાણીનું વહેણ ઝડપી થઇ ગયું જેમાં 10 લોકો તણાઇ ગયા હતા. તેમને કહ્યું કે, ઝરણાંના ઝડપી વહેણની વચ્ચે પથ્થરો પર ફસાયેલા લોકોને બહાર નીકળવામાં સફળતા મળી છે. આ લોકો અહીં પિકનીક મનાવવા આવ્યા હતાં.
રજાઓના દિવસો હોવાના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો પિકનીક મનાવવા આવયા આવ્યા હતા. આમાંથી કેટલાય લોકો ઝરણાંમાં નહાવા પડ્યા હતા, ત્યારે ઝરણામાં પાણીનુ વહેણ વધી ગયું. આ બધુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બન્યું હોવાનું મનાઇ રહ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -