આ ગુજરાતી વ્યક્તિ 20 દિવસ સુધી ઉઠાવી શકે છે આખા દેશનો ખર્ચો, જાણો પ્રૉપર્ટી વિશે

આ રીતે જ્યૉર્જિયાના સૌથી અમીરર વ્યક્તિ બિદજિના પોતાના દેશનો ખર્ચ 430 દિવસ, હોંગકોંગના લી કા-સિંગ 191 દિવસ, મલેશિયાના રોબર્ટ કુઓક 95 દિવસ અને સિંગાપોરની વી ચો ચાવ 52 દિવસ ચલાવી શકે છે.
યુરોપીય દેશ સાયપ્રસના સૌથી અમીર વ્યક્તિ જૉન ફ્રિડરિકસેનની પાસે માત્ર 10.4 અરબ ડૉલરની સંપત્તિ છે પણ ઓછી વસ્તીના કારણે સાયપ્રસનો એક દિવસનો ખર્ચ માત્ર 2.36 કરોડ ડૉલર છે, આવામાં તે પોતાના દેશનો ખર્ચ 441 દિવસ સુધી ચલાવી શકે છે.
વળી, ચીનના સૌથી અમીર વ્યક્તિ જેક મા ની પાસે ચાર દિવસ અને અમેરિકાના સૌથી અમીર વ્યક્તિ જેક બેઝોસી પાસે દેશને ચલાવવા લાયક માત્ર પાંચ દિવસના જ પૈસા છે.
પોતાની સંપતિથી પોતાના દેશની સરકાર ચલાવવાના મામલે ભારત, અમેરિકા અને ચીન જેવા દેશોથી કેટલુય આગળ છે. ભારતમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના પૈસાથી 20 દિવસ સુધી દેશનો ખર્ચ ઉઠાવી શકે છે.
નવી દિલ્હીઃ કોઇપણ દેશમાં સૌથી અમીર લોકો પોતાની સંપતિથી પોતાના દેશની સરકાર ચલાવવા માંગે તો કેટલા દિવસ સુધી આમ કરી શકે, આને લઇને બ્લૂમબર્ગે એક સર્વે કર્યો છે. આ સર્વેને ‘રૉબિન હૂડ ઇન્ડેક્સ’ નામ આપવામાં આવ્યું છે.