રિલાયન્સની AGMમાં મોટી જાહેરાત, જિયો ફોનમાં મળશે ફેસબુક-WhatsAppની સુવિધા
મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે જિયો ફોન વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો જેને અમે બીજા નંબર પર લઇ આવ્યા છીએ. અમે ટ્રાઇ ડેટાના પ્રમાણે, છેલ્લા અનેક મહિનાઓથી નેટવર્ક મામલે સૌથી આગળ છીએ. જિયો આવવાથી વીડિયો અને વોઇસ કોલમાં વધારો થયો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના યુઝર્સ માટે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝની 41મી વાર્ષિક જનરલ મિટિંગમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવ્યા છે. ગ્રુપના માલિક મુકેશ અંબાણીએ જિયોને લઇને અનેક મોટી જાહેરાતો કરી છે. જિયો ગીગા અને જિયો ફોન 2 લોન્ચ કરવામાં આવ્યો હતો.
જિયો ફોન 2ની જાહેરાત કરવામાં આવી છે. આ ફોન ખરીદવા માટે 501 રૂપિયા આપીને ખરીદી શકશો. આ ફોનમાં યુઝર્સ ફેસબુક, યુટ્યુબ અને વ્હોટ્સએપ વોઇસ કમાન્ડથી ચલાવી શકશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, 15 ઓગસ્ટથી જિયોફોન પર ફેસબુક, વોટ્સએપ અને યુ-ટ્યુબ એપ સપોર્ટ કરશે.
સાથે જિયોએ જિયો બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાઇબર સર્વિસ પણ લોન્ચ કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે દેશમાં હોમ ટુ હોમ, નાના બિઝનેસ મેન માટે બ્રોડબેન્ડના સોલ્યૂશન પર કામ કરી રહ્યા છે. ઓપ્ટિકલ ફાઇબર બેઝ્ડ ફિક્સ લાઇન બ્રોડબેન્ડ આવનારા ભારત માટે સૌથી મોટી જરૂરિયાત છે.
તેની સાથે જિયો ગીગાફાઇબર રાઉટરને ટીવી સાથે કનેક્ટ કરીને સ્માર્ટ ટીવી બનાવી શકાશે. જિયો ગીગા ફાઇબરની મદદથી ટીવી મારફતે વીડિયો કોલિંગ પણ કરી શકાશે. આ એપ વોઇસ કમાન્ડ કામ કરશે.