✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુલાયમ-અખિલેશ વચ્ચે તિરાડ ઉભી કરનારાં સાધના કોણ ? નેતાજી કઈ રીતે પડ્યા હતા તેમના પ્રેમમાં ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2017 11:21 AM (IST)
1

અખિલેશ યાદવની બાયોગ્રાફી બદલાવની લહેરમાં તેમના પિતા મુલાયમની શરૂઆતની જીવન અંગે પણ કહેવાયું છે. આ પુસ્તકમાં મુલાયમ અને સાધના ગુપ્તાના સંબંધોની વિગતે વાત કરવામાં આવી છે. બાયોગ્રાફીની લેખિકા સુનીતા એરોને લખ્યુ છે કે મુલાયમ મુલાયમની માતા મૂર્તિ દેવી બિમાર હતા. સાધના લખનૌના એક નર્સિંગ હોમમાં અને પછી સૈફઈ મેડિકલ કોલેજમાં મૂર્તિ દેવીની સાર-સંભાળ લીધી હતી. મેડિકલ કોલેજમાં એક નર્સ મૂર્તિ દેવીને ખોટુ ઈંજેક્શન લગાવવા જઈ રહી હતી. તે સમયે સાધના ત્યાં હાજર હતા. અને નર્સને આમ કરતા રોકી હતી.

2

સાધનાના કારણે મૂર્તિ દેવીની જિંદગી બચી ગઈ હતી. મુલાયમ આ વાતથી પ્રભાવિત થયા હતા. અને તે પછી તેમની રિલેશનશીપ શરૂ થઈ હતી. તે સમયે અખિલેશ યાદવ સ્કૂલમાં ઈંટરના વિદ્યાર્થી હતા. ઓક્ટોબર 2016માં સીબીઆઈએ મુલાયમ યાદવની પ્રોપર્ટીથી રિલેટેડ સ્ટેટસ રિપોર્ટ જાહેર કરી હતી. રિપોર્ટમા સાધના ગુપ્તા અને મુલાયમની રિલેશનશીપ સાથે જોડાયેલી વાતો પણ હતી. રિપોર્ટ અનુસાર સાધના ગુપ્તાએ 4 જુલાઈ 1986ના રોજ ચંદ્ર પ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા.

3

લખનૌ: સમાજવાદી પાર્ટીના ફેમેલી ડ્રામામાં રોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ક્યારેક અખિલેશ મુલાયમ પર તો ક્યારેક નેતાજી સીએમ દિકરા પર હાવી થઈ રહ્યા છે. બાપ-દિકરા વચ્ચે ચાલી રહેલા આ ઘમાસાણમાં અખિલેશની સાવકી મા સાધના ગુપ્તાની પણ મહત્વની ભૂમિકા હોવાનું કહેવાઈ રહ્યું છે. જાણો તેમની રિલેશનશીપ વિષે.

4

સાત જુલાઈ 1987ના રોજ સાધનના દિકરા પ્રતીકનો જન્મ થયો હતો. 1990માં સાધનાએ ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે છૂટાછેડા લીધા હતા. રિપોર્ટના આધારે 1994માં પ્રતીક ગુપ્તાએ એક ફોર્મમાં પોતાના કાયમી રહેઠાણમાં મુલાયમ સિંહનું ઓફિશીયલ એડ્રેસ લખ્યુ હતું. સ્ટેટસ રિપોર્ટમાં એ પણ છે કે વર્ષ 2000માં પ્રતીકે ગાર્જિયનના નામમાં મુલાયમ સિંહનું નામ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુલાયમની પહેલી પત્ની માલતી દેવીનું અવસાન 2003માં થયું હતું. 23 મે, 2003માં મુલાયમે સાધના ગુપ્તા સાથે લગ્ન કરી તેમને પત્નીનો દરજ્જો આપ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુલાયમ-અખિલેશ વચ્ચે તિરાડ ઉભી કરનારાં સાધના કોણ ? નેતાજી કઈ રીતે પડ્યા હતા તેમના પ્રેમમાં ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.