હ્રદયદ્રાવક તસવીરો: બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતાં 32નાં મોત, થયા લાશોના ઢગલાં
મુંબઈ: મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના રાયગઢમાં થયેલ એક રોડ અકસ્માતમાં એક કોલેજની બસ 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ઘટનામાં 32 લોકોનાં મોત થયા છે અને 8 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબસ ખીણમાં પડતાં 32 લોકોના મોત નિપજ્યાં છે. ખીણમાં એકસાથે 32 લોકોના મૃતદેહના ઢગલાં પડ્યાં હતાં. અકસ્માતની તસવીરો જોઈને તમારી કંપારી છૂટી જશે.
બસ રોડ પર જઈ રહી હતી તે દરમિયાન બસ ડ્રાઈવર અચાનક સ્ટેયરિંગ પરથી પોતાનું કાબૂ ગુમાવતા બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં પડી ત્યારે બસમાં સવાર લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતાં. બસ ખીણમાં પડી ત્યારે બસની સ્પીડ બહુ જ વધી ગઈ હતી જે જોઈને જ બસમાં સવાર લોકો ગભરાઈ ગયા હતાં.
બસમાં કોલેજનો 40 લોકોનો સ્ટાફ સવાર હતો. ઘટના રાયગઢના અંબેનાલીમાં બની છે. આ બસ ડોક્ટર બાલાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠની હતી. હાલ ઘટના સ્થળે જવા માટે એનડીઆરએફી ટીમ રવાના થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -