મુંબઈઃ ડોંગરી વિસ્તારમાં ઇમારત ધરાશાયી, ત્રણનાં મોત, 12 ઇજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Aug 2017 09:44 AM (IST)

1
2
નોંધનીય છે કે મુંબઇમાં સતત ભારે વરસાદને કારણે આખા શહેરમાં પાણી ભરાઇ ગયું છે. જોકે, ગુરુવાર સવારથી જ સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. આ ઇમાર સાઉથ મુંબઇના ડોંગરી વિસ્તારમાં હતી. ઇમારતમાં 11 પરિવારો રહેતા હતા.
3
4
મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ડોંગરીના જેજે ફ્લાયઓવર પાસે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. કાટમાળમાં 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને કાટમાળમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.