✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈઃ ગુજરાતી યુવતીને 7 વર્ષ નાના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પછી શું આવ્યો અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2017 09:29 AM (IST)
1

બીજી તરફ વિનાયક બે દિવસ દહીંસર સ્થિત પોતાના ઘરે રોકાયો હતો અને આ પછી તે એક દિવસ ગોવા રોકાયો હતો અને આ પછી પાછો દહિંસર આવીને શિરડી ગગયો હતો. જ્યાં પોતે કરેલા પાપ માટે સાઇબાબાની માફી માગી હતી. જોકે, તે પરત ફરતાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે સીસીટીવી અને અન્ય વિગતોને આધારે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે માતા-પુત્રીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

2

ઘરમાંથી લાશની દુર્ગંધ આવતાં પાડોશીએ પોલીસને બોલાવી હતી. જેમાં માતા-પુત્રીની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરતાં છેલ્લા દીપિકાના ઘરમાંથી વિનાયક નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી હતી.

3

જોકે, દીપિકાની હત્યા કરતાં વિનાયકને દીકરી જોઈ ગઈ હતી. આથી વિનાયકે દીપિકાની દીકરીને ગળાના ભાગે ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી તે આખી રાત ત્યાં રોકાયો હતો અને 26મી જાન્યુઆરીએ ત્યાંથી નીકળી ગયો હતો.

4

દીપિકા અને વિનાયકના અફેર વિશે પતિ કાર્તિકને પણ ખબર હોવાનું જાણવા મળ્યું છે. કાર્તિક અને દીપિકાની ડિવોર્સ પ્રોસેસ ચાલુ હતી. કાર્તિક દીપિકાને દર મહિને સાત હજાર રૂપિયા આપતો હતો. ગત 25મીએ જાન્યુઆરીએ દીપિકા અને વિનાયક વચ્ચે પૈસાને લઈને જોરદાર બોલાચાલી પણ થઈ હતી. ત્યારે ગુસ્સામાં આવી ગયેલા વિનાયકે ભારે વસ્તુથી દીપિકાના માથામાં ફટકો માર્યો હતો અને આ પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.

5

દરમિયાન દીપિકાએ વિનાયક પાસેથી પૈસા માગવાના શરૂ કરી દીધા હતા અને જો પૈસા ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપતી હતી. નોંધનીય છે કે, વિનાયક અને દીપિકા એક કોલ સેન્ટરમાં નોકરી કરતાં હતા. જ્યાં બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

6

આ હત્યા કેસમાં યુવતીના પ્રેમી વિનાયક રમેશ અપૂરની ધરપકડ કરવામાં આવી છે. દહીંસરમાં રહેતો 22 વર્ષના વિનાયક અને ભાઈંદરમાં રહેતી 29 વર્ષની દીપિકા સંઘવી વચ્ચે અફેર ચાલતું હતું. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. એટલું જ નહીં, વિનાયક યુવતીના ઘરે અવર-જવર પણ કરતો હતો.

7

મુંબઈઃ મુંબઈના ભાઈંદરમાં રહેતી ગુજરાતી યુવતી અને તેની દીકરીની હત્યાનો ભેદ ઉકલી ગયો છે. ગત 28મી જાન્યુઆરીએ ભાઇંદરના ફ્લેટમાંથી માતા-દીકરીની કોહવાય ગયેલી લાશ મળી આવી હતી. ગુજરાતી યુવતીની લાશ બેડ પરથી મળી આવી હતી, જ્યારે 9 વર્ષીય દીકરીની લાશ બેડના સ્ટોરેજ સાથે ચટાઇથી બાંધેલી હાલતમાં મળી આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુંબઈઃ ગુજરાતી યુવતીને 7 વર્ષ નાના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પછી શું આવ્યો અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.