મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદના કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ સર્જાયો છે. વરસાદ બાદ ઠંડક પ્રસરતા મુંબઈગરામાં આનંદનો માહોલ સર્જાયો છે.
ભારે પવન અને વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ખરાબ હવામાનના કારણે તમામ ફ્લાઇટો વિલંબથી ચાલી રહી છે.
નવી મુંબઈ, પાલઘર સહિત અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે હિંદમાતા, મલાબાર હિલ્સમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. આગામી થોડા કલાકમાં મુંબઈના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ધમાકેદર એન્ટ્રી કરી છે. દિવસભરના બફારા બાદ સાંજના સમયે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મોસમના પ્રથમ વરસાદમાં જ શહેરના માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -