મુંબઈમાં હાઈ એલર્ટ: નૌસેનાના બેઝ પાસે હથિયારધારી સંદિગ્ધોની દેખાયા, NSG કમાંડોની ટીમ તૈનાત
નેવી બેઝ પાસે દેખાયેલા આ સંદિગ્ધોમાંથી બેના સ્કેચ મુંબઈ પોલીસે જાહેર કર્યા છે. મુંબઈ પાસેના ઉરણમાં નેવીનો હથિયાર ડેપો છે. ગુરૂવારે સવારે 6:30એ કેટલાક સ્કૂલના બાળકોએ ચાર સંદિગ્ધોને હથિયાર સાથે જોયા હોવાનો દાવો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: મુંબઈ પાસે ઉરણમાં નૌસેના ક્ષેત્ર પાસે સંદિગ્ધ અવસ્થામાં સેનાનો યુનિફોર્મ પહેરીને ફરી રહેલા ચાર લોકો દેખાતા પશ્ચિમી નૌસેના કમાનને મુંબઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ચારેય વ્યક્તિઓ માટે અભિયાન શરૂ કર્યુ છે. નેવી બેઝ પાસે દેખાયેલા આ સંદિગ્ધોમાંથી એકનું સ્કેટ મુંબઈ પોલીસે જાહેર કર્યું છે. મુંબઈ પાસેના ઉરણમાં નેવીનો હથિયાર ડેપો છે. ગુરૂવારે સવારે 6:30એ કેટલાક સ્કૂલના બાળકોએ ચાર સંદિગ્ધોને હથિયાર સાથે જોયા હોવાનો દાવો કર્યો છે.
ડીજીપી કાર્યાલયે તટ પાસેની તમામ ચોકીઓને એલર્ટ આપ્યું છે. તટ પાસે ગેટ વે ઓફ ઈંડિયા, રાજભવન, બંબઈ હાઈ, ભાભા પરમાણુ અનુસંધાન કેંદ્ર અને અન્ય મોટા પ્રતિષ્ઠાનો અને સંવેદનશીલ સ્થાનોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ સાંભળ્યું હતું કે તેઓ ઓએનજીસી અને શાળાનું નામ લઈ રહ્યા હતા.
ભારતીય નૌકાદળના પ્રમુખ પીઆરઓ અનુસાર મહારાષ્ટ્ર પોલીસ સાથે તપાસ અભિયાન ચલાવી રહી છે. આ ઘટના બાદ મુંબઈ, નવી મુંબઈ, ઠાણે અને રાયગઢમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. નૌસેના તપાસ અભિયાનમાં પોલીસ અને તટરક્ષક બળનો પણ સહયોગ લઈ રહી છે. ગુરૂવારે ચાર શાળાના છાત્રોએ ઉરણ અને કરન્લા વિસ્તારમાં ભારતીય સેનાના યુનિફોર્મ પહેરેલા લોકોના સમૂહને જોયો હતો.
હાઈએલર્ટ બાદ દેશનો સૌથી મોટા કંટેનર પોર્ટ જેએનપીટી અને તેની આજુબાજુની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે સુરક્ષા વધારી દીધી છે. અમારા બધા કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે. અને ફિલ્ડ પર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દીધી છે. જવાહર લાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ દેશના કંટેનર અવાગમનના અડધાથી વધારે કામ પૂરા કરે છે. આથી તે આયાત-નિકાસના કારોબારમાં મહત્વનો ભાગ ભજવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -