આફતના ભયાનક દ્રશ્યો: ભારે વરસાદને કારણે મુંબઈમાં કમરસમા પાણી ભરાયા, લોકોના થયા આવા હાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદના કારણે ડબ્બાવાલાએ તેમની સર્વિસ પણ રદ કરી દીધી છે.
ઘણી સ્કૂલોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમુક રેલના પાટા પાણીમાં ડુબી ગયા છે અને તેના કારણે રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે.
જિલ્લા અધિકારીના જણાવ્યા પ્રમાણે પાલઘર જિલ્લાના વસઈમાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 300 લોકો તેમના ઘરમાં ફસાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. અહીં વરસાદના કારણે 90 ટ્રેનો રદ કરવામાં આવી છે.
વિરાર અને બોરીવલીની વચ્ચે પણ ટ્રેનો ચાલતી નથી. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે 20 દિવસોમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો છે.
નાલા સોપારાના રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી 185 મિમી કરતા વધારે ભરાઈ ગયું છે. તેના કારણે લોકલ ટ્રેન ખૂબ ધીમી ચાલી રહી છે. એસી ટ્રેન સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
પ્રશાસને વસઈ અને વિરારની સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
તે સિવાય મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં 10થી 13 જુલાઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલામાં મુંબઈમાં 165.8 મિમી અને ઉપરના વિસ્તારમાં 184 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત પવઈમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું જેના કારણે તળાવનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું.
બોરીવલી-ચર્ચગેટ, સેન્ટ્રલ લાઈન અને હાર્બર લાઈન પર ટ્રેન 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. બોરીવલીમાં ભારે વરસાદના કારણે ત્રણ ઘરમાં નુકસાન થયું છે. ત્યાં ઈમારતનો એક મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે.
નાલા સોપારા રેલવે સ્ટેશનના ટ્રેક પર સતત બીજા દિવસે પણ પાણી ભરાઈ ગયા હોવાથી વેર્સ્ટન રેલવે લાઈન પર વાહનવ્યવહાર પર અસર થઈ છે.
મુંબઈ: મુંબઈના પાલઘર, થાણે અને નવી મુંબઈમાં છેલ્લાં ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે સવારે પણ ભારે વરસાદના કારણે હિંદમાતા, કોલાબા, માટુંગા, દાદર, સાંતાક્રૂઝ અને સાયનમાં પાણી ભરાઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -