મુંબઈઃ એક વીડિયોમાં શિવસેનાના ધારાસભ્ય સદા સર્વાંકર રજૂઆત કરવા લોકોની ભીડમાં એક મહિલા પર ઉશ્કેરાઇ જાય છે અને હાથ ઉપાડે છે, એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કથિત ઘટના મુંબઈના દાદર વિસ્તારની છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ધારાસભ્ય આસપાસ મોટી સંખ્યામાં લોકો ઊભેલી છે અને તેમની વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન બોલાચાલી થતા સર્વાંકર એક મહિલા પર હાથ ઉઠાવતા દેખાય છે. જોકે, સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ ઘટના અંગે કોઈ ફરિયાદ થઈ નથી. ધારાસભ્ય સાથે વાત થઈ શકી નથી.