મુંબઈમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, આવા થયા લોકોના હાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડી ચાલી રહેલી લોકલ ટ્રેનોના કારણે યાત્રીઓને ઘણી તકલીફ થઈ રહી છે. થાણેમાં પણ મૂશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. બાંદ્રા, વિલેપાર્લે, અંધેરી, ગોરેગાંવ, મલાડ, બોરિવલી વગેરે વિસ્તારોમાં મોડી રાતથી વરસાદે જોર પકડ્યું છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને પગલે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. વરસાદના કારણે લોકલ સેવા ઠપ્પ થવાથી ત્રણ માર્ગના યાત્રીઓને ઘણી મુશ્કેલી થઇ રહી છે.
મૂશળધાર વરસાદને કારણે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈ અને ઉપનગરીય શહેરોમાં ભારે વરસાદની સંભાવનાઓને કારણે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપ્યા બાદ બીએમસીએ પોતાના કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજાઓ રદ કરી દીધી છે. ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા પર પણ અસર થઇ છે.
દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદને કારણે મુંબઈના લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈમાં ગુરૂવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસર જોવા મળી છે જ્યારે લોકલ ટ્રેનને પણ અસર જોવા મળી હતી. મુંબઈના ઘણાં વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામનો લોકો સામનો કરી રહ્યા છે.
મુંબઈ: ગરમીથી કંટાળી ગયેલા લોકો છેલ્લા કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. કોંકણ સહિત દક્ષિણ મહારાષ્ટ્ર, વિદર્ભ તેમજ મરાઠાવાડના કેટલાંક વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ ખાબક્યો છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -