ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો મુંબઇથી ગુજરાત આવતી-જતી કઇ ટ્રેનો થઇ રદ્દ ને કઇ પડી મોડી
ટ્રેક પર પાણી ભરાવવાના કારણે 22473 બિકાનેર બાંદ્રા ટ્રેન 2 ક્લાક 24 મિનીટ મોડી છે, 12980 જયપુર બાંદ્રા ટ્રેન 1 ક્લાક 18 મિનીટ મોડી છે, 12926 પશ્ચિમ એક્ષપ્રેસ ટ્રેન 1 ક્લાક 31 મિનિટ મોડી છે, 11104 ઝાંસી એક્ષપ્રેસ ટ્રેન 3 ક્લાક 10 મિનિટ મોડી છે, 22954 ગુજરાત એક્ષપ્રેસ ટ્રેન 1 ક્લાક 2 મિનિટ મોડી પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મુંબઇમાં રસ્તાઓ, રેલવેના પાટા પર પાણી ભરાઇ ગયા છે અને જેના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. મુંબઇથી ગુજરાત આવતી-જતી ચાર ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનોના રૂટ બદલાય અને કેટલીક લેટ છે. અહીં તેનું અપડેટ આપવામાં આવ્યું છે.
ઉપરાંત 12935 બાંદ્રા સુરત ઇન્ટરસીટી (બોરીવલી સુરત વચ્ચે રદ્દ) કેન્સલ કરવામાં આવી છે. 19567 ઓખા વિવેક એક્ષપ્રેસ ટ્રેન 2 ક્લાક 7 મિ. મોડી પડી છે, 19023 ફિરોજપુર જનતા એક્ષપ્રેસ ટ્રેન રદ્દ કરાઇ છે અને સાથે 22953 ગુજરાત એક્ષપ્રેસ મુંબઇ અમદાવાદ વચ્ચેની ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે.
આ લિસ્ટમાં, 12009 શતાબ્દી એક્સપ્રેસ મુંબઇ અમદાવાદ વચ્ચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે, 12215 ગરીબરથ સુરત બાંદ્રાની ટ્રેન વચ્ચે રદ્દ કરવામાં આવી છે. 17018 રાજકોટ સિકંદરાબાદ વચ્ચેની ટ્રેન 44 મિનીટ મોડી પડી છે. 12834 હાવરા અમદાવાદ વચ્ચેની ટ્રેન 2 ક્લાક મોડી છે.
મુંબઇથી સુરત આવતી ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી પડી છે, તો વળી કેટલીક જગ્યાએ રેલવે ટ્રેકમાં પાણી ભરાવવાના કારણે રેવલે વ્યવહાર ખોરવાયો છે. નાલા સોપારા ટ્રેક પર પાણી ભરાવવાના કારણે દક્ષિણ ભારતમાંથી આવતી ટ્રેનો લેટ છે અને સાથે સુરત જતી ટ્રેનો પણ મોડી પડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -