મુસલમાન ઇબાદતથી મુસ્લિમ, રાષ્ટ્રીયતાથી તો તે હિન્દુ જ છેઃ મોહન ભાગવત
સંમેલનમાં સતપાલ મહારાજે કહ્યું કે મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે તેમને સક્ષમ બનાવવામાં આવે. અત્યાચારો રોકાય. ઘરની મોટી દીકરીને મુખાગ્નિ આપવા પ્રેરિત કરાય.
ભાગવત પોતાના નિયત કાર્યક્રમ મુજબ જેલની બેરક નંબર એકમાં ગયા હતા અને સદાશિવ ગોલવલકરને શ્રૃદ્ધાસુમન અર્પિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૯માં મહાત્મા ગાંધીની હત્યા બાદ તત્કાલીન સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા.
હિન્દુસ્તાનના લોકો ભારત માતાને પોતાની માતા માનીને તેની ભક્તિ કરે છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ભારત માતાની આરતી કરવા અંગે આશ્ચર્ય ન થવું જોઇએ તેમ જણાવતાં ભાગવતે કહ્યું હતું કે તેઓ હિન્દુ છે આથી તેઓ ભારત માતાની આરતી તો કરશે જ કેમકે, ઇબાદતથી તેઓ મુસ્લિમ છે, પરંતુ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ હિન્દુ છે, તેમાં કોઇ મૂર્તિની પૂજા કરે છે તો કોઇ નહિ, અહીંનો મુસ્લિમ પણ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે. તે ફક્ત ઇબાદતથી મુસ્લિમ છે. તેમણે કહ્યું કે જેમ ઇેગ્લેન્ડમાં ઇંગ્લિશ લોકો રહે છે, અમેરિકામાં અમેરિકન અને જર્મનીમાં જર્મન લોકો રહે છે, તેવી જ રીતે હિન્દુસ્તાનમાં હિન્દુ રહે છે.
બૈતુલ: દેશની એકતા માટે વિવિધતાને સારી ગણાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘાલક મોહન ભાગવતે કહ્યું કે, મુસલમાનોની ઈબાદની રીત અલગ હોઈ શકે, પરંતુ તેની રાષ્ટ્રીયતા હિન્દુ જ છે. મધ્યપ્રદેશના આઠ દિવસના પ્રવાસ પર આવેલાં સંઘ પ્રમુખે એક હિન્દુ સંમેલનમાં હિન્દુસ્તાન અને હિન્દુની વ્યાખ્યા આપી હતી.