CM આદિત્યનાથે શહીદ પ્રેમસાગરના પરિવાર સાથે કરી વાત, ત્યાર બાદ થયા અંતિમ સંસ્કાર

ગ્રામ પ્રધાન રાજેન્દ્ર સિંહે કહ્યું હતું, લોકો નારાજ છે. સરકારે બદલો લેવો જોઈએ નહીં તો આપણા જવાન આ જ રીતે શહીદ થતા રહેશે. આ પેહાલ પંજાબમાં શહીદ નાયબ સૂબેદાર પરમજીત સિંહનું શબ તરણતારણ પહોંચ્યું. ઘરના સબ્યો એ માનવા તૈયાર ન હતા કે તે શહીદ થઈ ગયા છે. આ કોનો મૃતદેહ છે? પરિવાજનોએ પૂછ્યો તો અધિકારીઓએ જણાવ્યું કે, તાબૂતની અંદર પરમજીત સિંહનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટેલું છે. પરીવારજનોએ કહ્યું, તેમને તેનો મૃતદેહ શા માટે બતાવવામાં નથી આવતો? જ્યારે પત્ની વધારે ભાર મૂક્યો તો એક નજર માટે મૃતદેહ ખોલવામાં આવ્યો. બાદમાં તેણે રડતા રડતા કહ્યું કે, તેને તેના પતિ પર ગર્વ છે. જોકે તેના શરીરની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું.
ઉલ્લખનીય છે કે, પાકિસ્તાને કૃષ્ણા ખીણ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી અને ગોળીબારી કરીને ભારતીય જવાનોની પેટ્રોલિંગ ટીમના બે જવાનોની હત્યા કરી હતી. સેનાએ જણાવ્યું કે, આ બન્ને ભારતીય જવાનોના મૃતદેહની સાથે પાક સેનાએ બર્બરતા કરી છે. સેનાની ઉત્તર કમાન્ડે પ્રેસ રિલીઝમાં કહ્યું કે, પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ જેને બેટ કહેવામાં આવે છે તેણે આ કામ કર્યું છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના દેવરિયામાં શહીદ પ્રેમસગારના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથે ફોન પર પરિવારજનો સાથે વાત કરી અને તમામ માગ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું. ત્યાર બાદ પરિવારજનો અંતિમ સંસ્કાર રકવા માટે રાજી થયા. બીજા બાજુ શહીદ જવાની દીકરીએ સરકાર પાસે 50 માથા વાઢીને લાવવાની માગ કરી છે.
આ પહેલા પરિવારજનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોલાવવાની માગ કરતા હતા. ગામના લોકોએ પણ તેમની માગને સમર્થન આપ્યું હતું. શહીદ પ્રેમસાગરના દીકરાનું કહેવું હતું કે, જ્યાં સુધી યોગી આદિત્યનાથ નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. બાદમાં યોગી આદિત્યનાથે પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ તેના ગામમાં આવશે અને શહીદ પ્રેમસાગરના નામે સ્કૂલ અને મેમોરિયલ બનાવાવની પણ વાત કહી હતી.