સિંગર હર્ષિતાને તેના જ બનેવીએ બનાવી હતી હવસનો શિકાર, સાસુની કરી હતી હત્યા, હાલ છે જેલમાં
હાલ પોલીસ પૂછપરછ અને નિવેદન માટે લતાને પોતાની સાથે લઈ ગઈ છે. હર્ષિતા અને લતાના માતા-પિતાની મોત થઈ ગઈ છે. હુમલાખોરોએ 4 ગોળી મારીને મંગળવારે હર્ષિતાની હત્યા કરી હતી. ઘટના સમયે હર્ષિતાની સાથે તેના કેટલાંક મિત્રો પણ હતા, જેને હુમલાખોરોએ ગાડીમાંથી ઉતારી દીધા હતા.
મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે હર્ષિતા એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી. તેનો ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. તેની સાથે સંદીપ અને નિશા નામના તેના મિત્રો પણ હતા. હર્ષિતા કુરૂક્ષેત્રથી સાંસદ રાજકુમાર સૈનીની પ્રસ્તાવિત રેલીના વિરોધમાં થયેલી એક બેઠકથી પરત ફરી રહી હતી.
હર્ષિતા છેલ્લાં દોઢ વર્ષમાં ડાન્સ અને સિંગિંગથી જાણીતી થઈ ગઈ હતી. ફેસબુક પેજ પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરતી હતી. મોતથી પહેલાં ધમકી દેવાની વાત પણ તેને ફેસબુક પર અપલોડ કરેલાં વીડિયોમાં જણાવી હતી.
ઘટનાની જાણકારી મળતાં જ એસપી રાહુલ શર્મા, ડીએસપી ક્રાઈમ દેશરાજ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો હત્યા કયા કારણસર કરવામાં આવી તેનું કારણ સામે આવ્યું નથી. હર્ષિતાએ ફેસબુક વીડિયોમાં કહ્યું હતું કે, “તે ધમકીઓથી ડરવાવાળી નથી.”
પાણીપતઃ હરિયાણાની ઉભરતી સિંગર અને ડાન્સર હર્ષિતાની હત્યાના મામલે હવે તેની બહેને લતાએ જ મોટો ખુલાસો કર્યો છે. હર્ષિતાની બહેનના દાવા મુજબ તેની હત્યા તેના પતિએ જ કરી છે. તેનો પતિ હર્ષિતા દહિયાની માતાની હત્યાના આરોપમાં તિહાર જેલમાં બંધ છે. તેના પર હર્ષિતાનો રેપનો પણ આરોપ છે.
હર્ષિતા મૂળરૂપથી હરિયાણાના સોનીપતના નાહરા ગામની રહેવાવાળી હતી. તે પોતાના માસીની પાસે દિલ્હીના નરેલામાં રહેતી હતી. હર્ષિતાનો ખરખૌદાના બે કલાકારો સાથે વિવાદ પણ હતો. બંને મ્યૂઝિક કંપની ચલાવે છે. વિવાદ થયાં બાદ બંનેએ હર્ષિતાને ધમકી આપી હતી, જેના પર 12 ઓક્ટોબરે હર્ષિતાએ ખાપને એકત્રિત થવા માટે કહ્યું હતુ.
સિંગર અને ડાન્સર હર્ષિતા ફેસબુક પર હરિયાણાના સ્ટાર અંગે બોલ્ડ ટિપ્પણીઓ કરતી રહેતી હતી. હર્ષિતાને સતત હત્યાની ધમકી મળતી રહેતી હતી. અનેકવખત તેને ફેસબુક પર પણ આ અંગેનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ હાલ ધમકિઓ આપવા અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફેસબુક પર કરવામાં આવેલાં કોમેન્ટની પણ પોલીસ તપાસ કરી રહી છે.