મેઘાલયઃ NPPના નેતૃત્વમાં BJP બનાવશે સરકાર, 6 માર્ચે CM પદના શપથ લેશે કોનરાડ સંગમા
કોનરાડ સંગમાએ પત્રકારોને કહ્યું કે, ગઠબંધન સરકાર ચલાવવી સરળ હોતી નથી પરંતુ મને ભરોસો છે કે અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને લોકોના વિકાસ પ્રત્યે કટિબદ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 6 સીટ જીતનારી યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી)એ 19 સીટ જીતનારી નેશનલ પીપલ પાર્ટી(એનપીપી)ને સમર્થન આપ્યું છે. 4 સીટ જીતનારી પીડીએફ તથા 2-2 સીટ જીતનારી બીજેપી અને એચએસપીડીપી તથા એક અપક્ષે પણ એનપીપીને સમર્થન આપ્યું છે.
એનપીપીના નેતા કોનરાડ સંગમાએ રવિવારે સાંજે રાજ્યપાલને મળી તમામ પાર્ટીના ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી સોંપી હતી. કોનરાડ સંગમાએ રાજ્યપાલને મળ્યાં બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી 2-3 દિવસ ઘણા મહત્વના રહેશે. સાત માર્ચે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તે પહેલા અનેક મહત્વની ચીજો પર ફેંસલો લેવાનો છે. સોમવાર સુધીમાં તમામ ચીજો સ્પષ્ટ થઈ જશે.
BJPના બિસ્વાએ જણાવ્યું કે, નવી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય.
નવી દિલ્હીઃ મેઘાલયમાં કોની સરકાર બનશે તેને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યમાં એનપીપીના નેતૃત્વમાં બીજેપી સરકાર બનાવશે. કોનરાડ સંગમા રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. રાજ્યપાલે બહુમતના દાવા બાદ તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. 6 માર્ચે કોનરાડ સવારે 10.30 કલાકે સીએમ પદના શપથ લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -