મોદી સરકારે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આપી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો
મોંઘવારી અને ભાવવધારાને ધ્યાનમાં રાખીને ડીએ/ડીઆરમાં વર્તમાન 2 ટકાના દરમાં વધુ 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સાથે હવે ડીએ અને ડીઆર 4 ટકા થઇ ગયો છે. વધારો સાતમા પગારપંચની ભલામણો અનુસાર સ્વીકૃત ફોર્મ્યુલા સુસંગત છે. ડીએ અને ડીઆરમાં વધારાને કારણે સરકારી તિજોરી પર નાણા વર્ષ 2017-18માં અનુક્રમે 5,857.28 કરોડ અને 6,833.50 કરોડનો બોજ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના નિર્ણયથી 48.85 લાખ કર્મચારીઓ અને 55.51 લાખ પેન્શનરોને ફાયદો થશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે 1 જાન્યુઆરી 2017થી અમલમાં આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે પોતાના 50 લાખ કર્મચારીઓને ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું છે. હવે તે 4 ટકા થઈ ગયું છે. સરકારનો નિર્ણય 1 જાન્યુઆરી 2017થી લાગુ થશે. કેન્દ્રીય કેબિનેટે અંગે મંજૂરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -