✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોયટર્સનો ખુલાસોઃ મોદી સરકારે ભારતનું રેટિંગ વધારવા કર્યું હતું લોબિંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2016 03:02 PM (IST)
રોયટર્સનો ખુલાસોઃ મોદી સરકારે ભારતનું રેટિંગ વધારવા કર્યું હતું લોબિંગ
1

મૂડીઝે નાણાં મંત્રાલયના આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે, ભારતની ઋણ સંબંધિત સ્થિતિ એટલી સારી નથી જેટલી સરકાર જણાવી રહી છે. ઉપરાંત મૂડીઝે ભારતની બેંકોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. મૂડીઝના એક મુખ્ય સ્વતંત્ર વિશ્લેષક મેરી ડિરોને કહ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીએ ભારતનું ઋણ સંકટ વધારે છે સાથે સાથે લોનને વહન કરવા માટેની ભારતની ક્ષમતા પણ ઓછી છે.

2

મંત્રાલયે કહ્યું કે, મૂડીજે જ્યારે જુદા જુદા દેશોની રાજકોષીય પાવરની સમીક્ષા કરી હતી ત્યારે તેણે તે દેશોના વિકાસ સ્તરને અવગણ્યું હતું. સરકારે તેના માટે જાપાન અને પોર્ટુગલનું ઉદાહરણ આપ્યું હતું. પોતાના કરતાં આ દેશો પર બે ગણું દેવું હોવા છતાં આ દેશોનું રેટિંગ સારું હતું.

3

રોયટર્સ અનુસાર નાણાં મંત્રાલયે ઓક્ટોબરમાં અનેક પત્ર અને ઈમેલ દ્વારા રેટિંગ આપવા પર મૂડીઝની કાર્યશૈલી પર અનેક સવાલ ઉભા કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, હાલનાં વર્ષોમાં ભારતના ઋણમાં નિયમિત રીતે ઘટાડો જોવા મળ્યો છે પરંતુ મૂડીઝે તેના પર ધ્યાન ન રાખ્યું.

4

નવી દિલ્હીઃ દેશમાં નરેન્દ્ર મોદી સરકારે વિશ્વની ટોપ રેટિંગ એજન્સીઓમાંથી એક મૂડીઝને ભારતનું રેટિંગ વધારવા માટે લોબિંગ કર્યું હતું, પરંતુ મોદી સરકારને તેમાં સફળતા મળી ન હતી. સમાચરા એજન્સી રોયટર્સે આ વાતનો ખુલાસો કર્યો છે. રોયટર્સ અુસાર મૂડીઝે આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મૂડીઝે તર્ક આપ્યો હતો કે ભારત પર લોનનું ભારણ અને બેંકની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

5

ડિરોને જ્યારે આ પ્રકરણ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ટિપ્પણી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે રેટિંગ સંબંધિત વાતચીત સાર્વજનિક ન કરી શકાય. બીજી બાજુ નાણાં મંત્રાલયે પણ આ અંગે કોઈ ટિપ્પણ કરવાની ના પાડી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રોયટર્સનો ખુલાસોઃ મોદી સરકારે ભારતનું રેટિંગ વધારવા કર્યું હતું લોબિંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.