✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તમારો પાસપોર્ટ હવે બનશે વધારે સુરક્ષિત, સરકાર ટૂંકમાં જારી કરશે ચિપવાળા ઈ-પાસપોર્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 12:07 PM (IST)
1

બાયો-મેટ્રિક માહિતી જેવાં વધારે સલામતી ફીચર્સ ધરાવતા ઇ-પાસપોર્ટ લોન્ચ કરીને મોદી સરકાર આ અતિમહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થતો અટકાવવા માટે કડક નિયમો અમલમાં મૂકવા માંગે છે. સરકારે તાજેતરમાં પાસપોર્સ મેળવવાના નિયમોમાં પણ રાહતની જાહેરાત કરી હતી. વિદેશ બાબતોનું મંત્રાલય ચિપ લાગેલા ઇ-પાસપોર્ટ બનાવશે, જેથી તેની અંદર રહેલી માહિતીનું ઇલેક્ટ્રોનિકલી વેરિફિકેશન થઈ શકશે એમ આ હિલચાલથી પરિચિત લોકોએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.

2

નવી દિલ્હીઃ મોદી સરકાર પાસપોર્ટના દસ્તાવેજનો ખોટો ઉપયોગ રોકવા માટે નવા સિક્યુરિટી ફીચર લાવવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, 2017માં બાયોમેટ્રિક ડિટેલ્સથી સજ્જ ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર વિદેશ મંત્રાલય ટૂંકમાં જ ચિપવાળા ઈ-પાસપોર્ટ રજૂ કરશે, જેથી કરીને પાસપોર્ટ સંબંધિત જાણકારી ઈલેક્ટ્રિક રીતે વેરીફાઈ કરી શકાશે.

3

ઇ-પાસપોર્ટને કારણે માહિતીની ચોરી અટકશે અને બોગસ પાસપોર્ટની સમસ્યાનો અંત આવી શકશે. ઇ-પાસપોર્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ લગાવેલી હશે, જેમાં પાસપોર્ટધારકની માહિતી હશે અને તે ઓરિજિનલ પાસપોર્ટના ડેટા પેજ પર પ્રિન્ટેડ હશે.

4

એટલે ઇમિગ્રેશન અધિકારીને બોગસ પાસપોર્ટ શોધવામાં સરળતા પડશે અને પાસપોર્ટનો દુરુપયોગ થતો અટકશે. વિદેશ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી વી કે સિંઘે કહ્યું હતું કે, સરકારે ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ (ISP) નાશિકને ઇ-પાસપોર્ટનું ઉત્પાદન કરવા માટે ઇલે. કોન્ટેક્સલેસ ઇનલેઝના પ્રોક્યોરમેન્ટની મંજૂરી આપી દીધી છે. ISP નાશિકને ત્રણ તબક્કાનું વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા સત્તા આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • તમારો પાસપોર્ટ હવે બનશે વધારે સુરક્ષિત, સરકાર ટૂંકમાં જારી કરશે ચિપવાળા ઈ-પાસપોર્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.