નસીરૂદ્દીન શાહ અને ઓવૈસીનો ઈમરાન ખાનને જવાબ કહ્યું, - પહેલા પોતાનું ઘર સંભાળો
ભારતના આંતરિક મામલાઓ પર ઇમરાન ખાનની ટિપ્પણી પર અસદુદ્દીન ઓવૈસીએ પણ આપત્તિ દર્શાવી છે. ઓવૈસીએ ટ્વિટમાં લખ્યું છે કે, પાકિસ્તાની સંવિધાનના મતે, માત્ર મુસ્લિમ જ રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા રાખે છે. ભારતે વિભિન્ન શોષિત સમુદાયોના રાષ્ટ્રપતિ જોયા છે. ઉલ્લેખનીય છે કે, બુલંદશહર હિંસાની વાત કરતા નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે, આજના યુગમાં એક પોલીસ ઇન્સેક્ટરથી વધારે કિંમતી ગાયનો જીવ છે. તેમણે કહ્યું કે, તેને પોતાના બાળકોની સુરક્ષાની ચિંતા હોય છે.
એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર ટિપ્પણી કરતા કહ્યું, મને લાગે છે કે મિસ્ટર ખાનને માત્ર તે મુદ્દાઓ પર વાત કરવી જોઇએ જે તેમના દેશ સાથે સંબંધિત છે, નહી કે તે મુદ્દાઓ જ્યાં તેમની સાથે કોઇ સંબંધ નથી. અમે છેલ્લા 70 વર્ષોથી એક લોકતંત્ર છે અને જાણીએ છીએ કે પોતાની દેખરેખ કેવી રીતે કરવી.
નવી દિલ્હી: બુલંદશહેર હિંસાને લઈને બોલિવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહના નિવેદનને આધાર બનાવીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ઇમરાન ખાને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને બતાવશે કે અલ્પસંખ્યકો સાથે કેવો વ્યવહાર કરે છે. પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા ભારતના અંદરના મામલાઓ ઉપર આપવામાં આવેલા નિવેદન પર નસીરૂદ્દીન શાહે કહ્યું, તેમણે પોતાના દેશ સાથે સંબંધિત મુદ્દાઓ પર વાત કરવી જોઇએ.