SC/ST એક્ટમાં દેશભરમાં હિંસક પ્રદર્શન, તસવીરોમાં જુઓ બિહારથી લઇ રાજસ્થાન સુધી કેવો છે લોકોમાં ગુસ્સો
SC/ST એક્ટના વિરોધમાં આજે દેશભરમાં સવર્ણો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશન સહિતના રાજ્યોમાં અસર વધુ જોવા મળી રહી છે.
SC/STમાં સંશોધન વિરુદ્ધ આખા દેશમાં બંધ છે. ઉત્તર ભારતના લગભગ બધા રાજ્યો લોકો રસ્તાંઓ ઉપર ઉતરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. રેલવે સેવા ખોરવાઇ છે અને બજારો બંધ થઇ ગયા છે.
ભોપાલના બજારો પણ બંધ છે. લોકો રસ્તાંઓ પર એકઠા થઇને વિરોધ નોંધાવી રહ્યાં છે.
બિહારના મોકામાં પણ લોકો ગુસ્સે થયા છે. રાજસ્થાનના હનુમાનગઢમાં દુકાનો અને બજારો પુરેપુરા ઠપ્પ છે. લોકો SC/ST કાયદામાં સંશોધનને લઇને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
બિહારના દરભંગામાં લોકોએ વિરોધામાં ટ્રેન સેવા ઠપ્પ કરી દીધી છે અને રેલવે લાઇન પર ઉભા રહીને વિરોધ નોંધાવ્યો છે.
SC/ST એક્ટને લઇને મધ્યપ્રદેશમાં વિરોધની આગ લાગી છે, સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. કોઇ અનહોની ઘટના ના બને તે માટે પોલીસ અને સુરક્ષાદળોનું પેટ્રૉલિંગ સઘન કરી દેવાયું છે.
નવી દિલ્હીઃ SC/ST એક્ટને લઇને દેશભરમાં આંદોલન હિંસક બની ગયું છે. રાજસ્થાના અજમેરમાં પણ દુકાનો બંધ છે. રસ્તાંઓ ખાલી છે. વિરોધને જોતા લોકોએ પોતાના ઘરોમાં રહેવાનું પસંદ કર્યુ છે. શહેરોથી લઇ નાના ગામોમાં લોકોના કામકાજ ઠપ્પ થઇ ગયા છે. અહીં બિહારથી લઇ રાજસ્થાન સુધી લોકોમાં કેવો ગુસ્સો છે તેની તસવીરો બતાવવામાં આવી છે.