બિહારના મસુદન રેલવે સ્ટેશન પર નકસલી હુમલો, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર સહિત 2નું અપહરણ
અપહરણ કરવામાં આવેલા અધિકારીઓનું નામ મુકેશ કુમાર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મસુદન રેલવે સ્ટેશન પર આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર તરીકે ફરજ પર હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતાં વ્યક્તિને પણ નકસલીઓ ઉપાડીને લઇ ગયા છે.
ઇસ્ટર્ન રેલવેના CPRO રાજેશ કુમારે જણાવ્યું કે, માલાદા ડિવિઝનના મસુદન રેલવે સ્ટેશન પર નકસલી હુમલા બાદ તમામ ટ્રેનો કિયુલ પોઇન્ટ પર અટકાવી દેવામાં આવી છે. તમામ યાત્રીઓને સલામતી ખાતર બીજા વિકલ્પોથી ટ્રાવેલ કરવા વિનંતી છે. મુંગેરના રેલ એસપી શંકર ઝાના જણાવ્યા પ્રમાણે હુમલાની ખબર મળતાં જ રેલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને અપહરણ કરવામાં આવેલા અધિકારીઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
મુંગેર: બિહારના મુંગેર જિલ્લામાં આવેવા મસુદન રેલવે સ્ટેશન પર મંગળવારે મોડી રાતે નક્સલી હુમલો થયો હતો. નક્સીલી દ્વારા રેલવે સ્ટેશન પર આગ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર (ASM) સહિત કુલીનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. એએસએમે ડીઆરએમને ફોન કરીને જણાવ્યું કે, ટ્રેન ચલાવવા પર નકસલીઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. અપહરણ કરવા માટે નકસલીઓ દ્વારા સિગ્નલિંગ પેનલ પણ ફૂંકી મારવામાં આવી હતી.