છત્તીસગઢના દંતેવાડામાં ભીષણ અથડામણ, 3 મહિલા નક્સલીઓ સહિત 7 ઠાર
માહિતી પ્રમાણે સુરક્ષાદળોને આ વિસ્તારમાં ડઝનેક નક્સલીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ એસટીએફ અને સીઆરપીએફની ટીમો તરતજ ત્યાં પહોંચી અને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. સુરક્ષાદળો કંઇક કરે તે પહેલા જ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં જવાનોએ ચાલાકી વાપરીને સાત નક્સલીઓને ઠાર મારી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિતી પ્રમાણે માર્યા ગયેલા 7 નક્સલીઓમાં ત્રણ મહિલાઓ અને 4 પુરુષ સામેલ છે. મૃતક નક્સલીઓની પાસે INSAS રાઇફલ, બે થ્રી નૉટ થ્રી રાઇફલ, એક 12 બૉર રાઇફલ અને બીજા કેટલાક હથિયારો મળી આવ્યા છે.
અથડામણની આ ઘટના દંતેવાડામાં તિમેનારની પહાડીઓની પાછળ ગંગાલુર વિસ્તારમાં થઇ છે. દંતેવાડા એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં ગુરુવારે સવારે 6 વાગે આ નક્સલી માર્યા ગયા છે. દંતેવાડાના એએસપી નક્સલ ઓપરેશન જી.એન.બધેલે આની સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓની સાથે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 7 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણ રાજ્યમાં બીજાપુર અને દંતેવાડા જિલ્લાની બોર્ડર પર થઇ, જેમાં પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી કરી અને 7 નક્સલીઓને ઠાર મારી દીધા હતા. સાથે સ્થળ પરથી પોલીસને મોટા જથ્થામાં નક્સલીઓના હથિયારો પણ મળી આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -