ગુજરાત, દિલ્હી-યુપી સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, પુર વાળા વિસ્તારોમાં NDRFની ટીમો તહેનાત
હવામાન ખાતાએ આગાહી કરી છે તે અનુસાર, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશન, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભવાના છે.
એલર્ટને જોતા એનડીઆરએફની 89 ટીમોને ખડેપગે કરી દેવામાં આવી છે. વરસાદ દરમિયાન પુરની આશંકા વાળા વિસ્તારોમાં 45 ટીમોને તૈનાત કરવામાં આવી છે.
આ સાથે છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, ગુજરાત, મરાઠાવાડ, તેલંગાણા, કોસ્ટલ અને નોર્થ ઇન્ટિરિયર અને ઇન્ટીરિયર કર્ણાટકમાં ધૂળ સાથેનું વાવાઝોડુ અને આકાશીય વીજૉળી પડવાની સંભાવના છે.
એનડીઆરએફએ આસામમાં 12 ટીમ, બિહારમાં 7, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં 4-4 ટીમ અને અરુણાચલ પ્રદેશ-પશ્ચિમ બંગાળમાં 3-3 ટીમોને મોકલી દેવામાં આવી છે. દિલ્હી અને પંજાબમાં 2-2 અને ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરામાં 1-1 ટીમ મોકલી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુ કાશ્મીર સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.