નમો એપમાં નવા ફીચર ઉમેરવામાં આવ્યા, કપડાં પણ ખરીદી શકાશે, જાણો વિગત
ફ્લિપકાર્ટ, મિંત્રા, એમેઝોન જેવી ઇ-કોમર્સ સાઇટ્સની જેમ હવે નમો એપ પરથી ટીશર્ટ, નોટબુક અને દૈનિક વપરાશની તમામ ચીજવસ્તુઓ ખરીદી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા બીજેપી લોકોને ગમે તેમ કરીને લચવવાની કોશિશમાં લાગેલી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મોબાઇલ એપ્લીકેશનમાં કેટલાક નવા ફીચર ઉમેર્યા છે. જેનાથી વપરાશકર્તા નમો બ્રાન્ડના કપડાં ખરીદી શકશે અને દાન પણ આપી શકશે. આ જાણકારી મંગળવારે પાર્ટીના એક નેતાએ આપી હતી.
બીજેપીના આઈટી પ્રભારી અમિત માલવીયાએ કહ્યું કે, કપડાના સેકશનમાં ટી-શર્ટ, મગ, ટોપી, નોટબુક જેવી અનેક વસ્તુઓ છે. યુવકોની પસંદને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન કરવામાં આવી રહી છે. વેચાણથી મળેલી રકમ સ્વચ્છ ગંગા ફંડમાં જશે. પ્લેટફોર્મના સક્રિય ઉપયોગકર્તાઓની માંગ પર બીજેપીએ નમો એપ પર સ્વયંસેવક પ્લેટફોર્મ, કપડા અને નાના દાન જેવા ફીચર શરૂ કર્યા છે.
નમો એપ આઇફોન અને એન્ડ્રોઈડ બંને મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે. આ એપ પર ચીજોની કિંમત 150 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -