✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્નમાં 5 લાખથી વધારેનો ખર્ચ કર્યો તો આપવો પડશે 10% દંડ!, સંસદમાં બિલ રજૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 07:18 AM (IST)
1

બિલમાં પ્રસ્તાવ છે કે જો કોઇ લગ્નમાં રૂપિયા 5 લાખથી વધુ ખર્ચ કરવામાં આવે તો ખર્ચાયેલી રકમના 10% કોઇ ગરીબ કન્યાનાં લગ્ન માટે આપવા પડશે. આવી રકમના ઉપયોગ માટે સરકાર ફંડ બનાવે. ભોજનનો બગાડ થાય તે માટે લગ્ન-રિસેપ્શનમાં પીરસવામાં આવનારા વ્યંજનોની સંખ્યા પણ મર્યાદિત થઇ શકે છે.

2

કેમ કે લગ્ન બે વ્યક્તિનું પવિત્ર બંધન હોવાથી સાદગીને મહત્વ આપવું જોઇએ પણ દુર્ભાગ્યે આજકાલ લગ્નોમાં દેખાડો અને ફાલતુ ખર્ચ વધી ગયા છે, જેના કારણે ગરીબ પરિવારો પર લગ્ન પ્રસંગે વધુ ખર્ચ કરવાનું દબાણ ઊભું થાય છે. તેમ થતું રોકવું સમાજના હિત ખાતર જરૂરી છે.

3

બિલમાં એમ પણ જણાવાયું છે કે પ્રસ્તાવિત કાયદો પસાર થયા બાદ તમામ લગ્નોની 60 દિવસમાં નોંધણી કરાવવી પડશે. સરકાર લગ્નમાં આમંત્રિત સંબંધીઓ-મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી શકે છે. રંજિતાના જણાવ્યા મુજબ બિલમાં લગ્નોમાં દેખાડા ખાતર થતા બેફામ ખર્ચ પર લગામ કસવાનો પ્રસ્તાવ છે.

4

રંજીત ગેંગસ્ટર કમ રાજકારણી પપ્પુ યાદવનાં પત્ની છે. ધ મેરેજીસ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રીવેન્શન ઓફ વેસ્ટફુલ એક્પેન્ડિચર્સ)બિલ, ૨૦૧૬ લોકસભામાં પ્રાઈવેટ બિલ તરીકે આગામી સત્રમાં ટેબલ પર મૂકવામાં આવનાર છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે લગ્ન થાય તેના ૬૦ દિવસમાં જ તેની સરકારી ચોપડે નોંધ પણ થઈ જવી જોઈએ.

5

આ બિલમાં એવું પણ સૂચન છે કે જે લોકો લગ્ન સમારંભમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ખર્ચ કરે છે તેમની પાસેથી સરકારે ગરીબ કન્યાઓના લગ્નો માટે નાણાંકીય સહાય પણ મેળવવી જોઈએ. લગ્માં પિરસાતી ડિશો પર પણ નિયંત્રણની ભલામણ તેમાં કરાઈ છે. જે કોઈ પરિવાર લગ્નમાં રૂપિયા પાંચ લાખનો ખર્ચ કરે તેમણે તેના ૧૦ ટકા ગરીબ કન્યાઓના લગ્નમાં આપવા જોઈએ, તેમ કોંગ્રેસના સાંસદ રંજીત રંજને પોતાના બિલમાં કહ્યું છે.

6

નવી દિલ્હીઃ હવે મોંઘી લગ્ન પર લગાન લગાવવા અને લગ્નમાં મહેમાનોની સંખ્યા ઓછી કરવા માટે સંસદમાં નવો કાયદા માટે એક બિલ મૂકવામાં આવી છે. આ બિલ સંસદ દ્વારા પસાર થયા બાદ જો લગ્નમાં 5 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો હશે તો 10 ટકા દંડ લગાવવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • લગ્નમાં 5 લાખથી વધારેનો ખર્ચ કર્યો તો આપવો પડશે 10% દંડ!, સંસદમાં બિલ રજૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.