✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1 નવેમ્બરથી યુ.એસ. વિઝાના નિયમોમાં થશે ફેરફાર, જાણો ફોટાને લઈને શું આવ્યો નવો નિયમ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2016 06:56 AM (IST)
1

યુનિફોર્મ સાથેનો ફોટો અમાન્ય, સિવાય કે ધાર્મિક કપડાં જે રોજ પહેરતાં હોય તે ચાલે. વાળ કે પાંથી ઢંકાય તે પ્રકારે માથે કપડું બાંધેલું કે હેટ પહેરેલો ફોટો અમાન્ય. હેડફોન્સ, વાયરલેસ હેન્ડ્સફ્રી કે તે પ્રકારનાં ઉપકરણો સાથેનો ફોટો અમાન્ય. ઓફ વ્હાઈટ બેકગ્રાઉન્ડ ફરજિયાત. 6 મહિનામાં પાડેલો ફોટો ચાલે. બંને આંખ ખુલ્લી અને ચહેરાના સ્થિર હાવભાવ ફરજિયાત. રંગીન ફોટો ફરજિયાત.

2

નવી સૂચના મુજબ તો 1 નવેમ્બરથી જ વિઝા માટે ગ્લાસીસ માન્ય નહીં રહે. જે લોકોએ કાયમ ચશ્માં પહેરવાં જ પડે તેમના ફોટોગ્રાફ્સમાં પણ ટિન્ટેડ, ડાર્ક ગ્લાસીસ માન્ય નહીં રહે. ફ્લેશ સિવાય અથવા સહેજ ચહેરો નીચો રાખીને ગ્લાસીઝ સાથે પાડેલો નિશ્ચિત સ્પેસિફિકેશન્સનો ફોટોગ્રાફ્સની છૂટ અપાઈ છે. તેમ છતાં, કયો ફોટો માન્ય રાખવો કે નહીં તે વિઝા ઑફિસર નક્કી કરે તે આખરી ગણાશે.

3

સત્તાવાર રીતે આ માહિતી ટિ્વટર મારફતે પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કરાયું છે કે, કેટલીક કેટેગરીના વિઝા માટે ફોટોગ્રાફ્સની ડિજિટલ ઈમેજ જરૂરી હોય છે જ્યારે અન્ય વિઝા માટે ફોટો જરૂરી હોય છે. આ બંને માટે કોન્સ્યુલેટ દ્વારા નિયત થયેલા પ્રોફેશનલ વિઝા ફોટો સર્વિસીઝનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાઈ છે.

4

ગાંધીનગરઃ જો તમે યુએસ જવા માગો છો અને તેના માટે વિઝાની પ્રોસેસમાં છો 1 નવેમ્બરથી યુએસ વિઝાના નિયમોમાં ફેરફાર અંગે તમારે જાણકારી મેળવી લેવી જોઈએ.ખાસ કરીને વિઝા માટે આપવા પડતા ફોટાને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી નવેમ્બરથી ચશ્માંવાળા લોકોને અમેરિકાના વિઝા મેળવવા માટેની એપ્લિકેશનમાં મર્યાદા લાગશે. યુએસ કોન્સ્યુલેટ્સ તરફથી જે નવી સૂચના પ્રસિદ્ધ કરાઈ છે. તે મુજબ કેટલીક કેટેગરીના વિઝા માટેની અરજીમાં અરજદારના ફોટોગ્રાફ્સમાં ગ્લાસીસ માન્ય નહીં રહે. ચશ્માવાળા કોઇ ફોટાને સ્વીકારવામાં નહીં આવે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 1 નવેમ્બરથી યુ.એસ. વિઝાના નિયમોમાં થશે ફેરફાર, જાણો ફોટાને લઈને શું આવ્યો નવો નિયમ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.