આવી ગયું BHIM appનું નવું વર્ઝન, 7 અન્ય ભાષામાં પણ ઉપલબ્ધ
હરિયાણાના નાણંમંત્રી અભિમન્યુએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે એક સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે, આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણા સરકારે રાજ્યમાં કેશલેસ લેવડ દેવડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભીમ એપ દ્વારા વીજળી, પાણીના બિલના પેમેન્ટ પર છૂટ આપવામાં જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 5 ટકા અને વધુમાં વધુ 50 રૂપિયા સુધીની છૂટ આપશે.
નવા વર્ઝનમાં આધાર નંબરથી રૂપિયા મોકલાવનું ફીચર પણ સામેલ કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ બેંક ખાતા સાથે જોડાયેલ આધાર નંબર પર રૂપિયા મોકલી શકાય છે.
નવી દિલ્હીઃ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યૂપીઆઈ) પર આધારિત મોબાઈલ એપ ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ) હવે આધુનિક વર્ઝન સાથે ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. એનપીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, ભીમ એપ 30 ડિસેમ્બરે જારી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ બીજું વર્ઝન છે.
આ નવા વર્ઝન ભીમ 1.2માં સાત નવી ભાષા સામેલ કરવામાં આવી છે જેમાં ઓડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને ગુજરાતી સામેલ છે. આ એપનું હાલનું વર્ઝન અંગ્રેજી અને હિન્દીમાં જ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -