✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુપીમાં ન્યૂઝ એન્કરની છેડતી, મદદની જગ્યાએ ઊંઘતી રહી હેલ્પલાઇન ટીમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 01:07 PM (IST)
1

તે યુવકો તો ચાલ્યા ગયા બેશર્મોની જેમ... પણ મને શરમ આવી આપણી મહિલા હેલ્પ લાઇન પર, આપણી પોલીસ પર સરકાર પર જેનો કોઇ ભય આ યુવાનોના મ્હો પર દુરદુર સુધી નથી દેખાઇ રહ્યો. તે લોકોએ મારી સાથે જે કર્યું તે ગુનો એટલો મોટો ન હતો, પણ આ જ માનસિકતા વાળા છોકરાઓ કોઇપણ છોકરી સાથે ગમે ત્યારે બળાત્કાર કરી કોઇપણ છોકરીની જિંદગી બરબાદ કરી શકે છે. ત્યારે નેતા પહોંચી જશે મીણબત્તી સળગાવીને પોતાની ઇમેજ ચમકાવવા અને હાથ પર હાથ મુકીને બેસેલી રહી જશે આ મહિલા હેલ્પ લાઇન, પોલીસ અને સરકારો.

2

વાત આટલે જ નથી પતતી, મે ઘરે આવીને મહિલા હેલ્પલાઇન નંબર '1090' પર ફોન કર્યો અને ફરિયાદ નોંધવા કહ્યું, તો ત્યાં મારી સાંભળવાની જગ્યાએ મને કહેવામાં આવ્યું કે તમારી પાસે કમ્પલેન્ટ રજિસ્ટરનો નંબર આવશે અને આજે 4 દિવસ વિતી ગયા પછી કોઇ કમ્પલેન્ટ રજિસ્ટર નથી મળ્યું, બાદમાં મને મહિલા હેલ્પલાઇન સેવા કોઇ કામ વિનાની નિષ્ફળ દેખાઇ.

3

આજે મને ભારે અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે મને શરમ આવે છે આવી મહિલા હેલ્પલાઇન, એસએસપી આગરા, ડીજીયુપી અને યોગી આદિત્યનાથ પર.

4

25 જાન્યુઆરી, 2018ની રાત 8 વાગે હું ભગવાન ટૉકિઝથી એમજી રોડ પર જઇ રહી હતી. ભગવાન ટૉકિઝથી બે યુવાનો, જે નશામાં ચકચૂર હતા. મને ઇશારા કરતાં કરતાં મારી સાથે સાથે ચાલવા લાગ્યા. મે પહેલા તો તેમને નજરઅંદાજ કર્યા, પણ થોડીવાર પછી તેઓ મારી સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યા. સુરસદન પર આવીને મે મારો રસ્તો બદલી દીધો અને બીજીબાજુ વળી ગઇ. વળી, આ લોકો પણ પાછળ પાછળ આવી ગયા. જ્યારે હું પરેશાન થઇ ગઇ તો હું તેમની ગાડીના નંબરનો ફોટો ખેંચવા લાગી તો પાછળ બેઠેલો યુવાન બોલ્યો કે નંબર ડુપ્લિકેટ છે. જ્યારે મે તેનો ફોટો ખેંચ્યો તો અલગ અલગ પૉઝ આપવા માંડ્યો, જેમ કે તમે ફોટામાં જોઇ શકો છો. શરમ અને ડર નામની કોઇ વાત તેમના મ્હોં પર નથી દેખાતી.

5

આ મામલે 1090ના પ્રભારી આઇબી નવનીત સિકેરાએ કહ્યું- ‘’અમે દામિની પાસે ઘટનાને લઇને માફી માગી છે અને બેદરકારી દાખવવા બદલ બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે.. અમે દરવર્ષે 10 લાખ કેસોને જોઇએ છીએ અને આ ઘટના એકદમ ખરાબ છે.’’

6

દામિનીએ આખી ઘટનાને ફેસબુક પર પૉસ્ટ કરી દીધી, જે હાલ વાયરલ થઇ રહી છે. પોલીસે આ મામલે આરોપી બદમાશોની ધરપકડ કરી લીધી છે પણ હવે મહિલા હેલ્પલાઇન ટીમ પર સવાલ ઉઠી રહ્યાં છે.

7

ખરેખર, મહિલા એન્કર દામિની પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તાંમાં જ નશામાં ચકચૂક બે યુવાનોએ તેને પીછો કર્યો અને બાદમાં છેડતી કરી. દામિનીનું કહેવું છે કે, તેને મહિલા હેલ્પલાઇન નંબર 1090 પર આની ફરિયાદા પણ કરી, પણ કોઇ કાર્યવાહી થઇ નહીં.

8

બદમાશો રસ્તાં પર જ ટીવી એન્કરની પાછળ પડી ગયા, મહિલાએ 1090 એટલે કે મહિલા હેલ્પલાઇનની મદદ માંગી, છતાં કોઇ મદદ મળી શકી નહીં, હેલ્પલાઇન ટીમ ઊંઘતી જ રહી.

9

આગરાઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાનો વાયદો કર્યો હતો, પણ તાજ નગરી આગરામાં જે ઘટના સામે આવી છે તે આખા રાજ્યને શર્મસાર કરી મુકે છે. અહીં કેટલાક બદમાશોએ રસ્તા વચ્ચે જ એક મહિલા ટીવી એન્કરની છેડતીની ઘટનાને અંજામ આપ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુપીમાં ન્યૂઝ એન્કરની છેડતી, મદદની જગ્યાએ ઊંઘતી રહી હેલ્પલાઇન ટીમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.