હવે એક દિવસમાં માત્ર 50,000 લોકો જ કરી શકશે વૈષ્ણો દેવીના દર્શન! જાણો શું છે કારણ...
એનજીટીએ 50 હજારથી વધારે લોકોના જવા પર પ્રતિબંધ લગાવાવ મુદ્દે કહ્યું કે, જો 50 હજારથી વધારે લોકો થાય તો તેને અદ્ધંકુમાવી અથવા કટરા જ રોકી દેવામાં આવશે. માતા વૈષ્ણો દેવીના દરબારમાં 50 હજાર લોકોની જ ક્ષમતા છે.
તેનાથી વધારે લોકોને ત્યાં જવા દેવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે જેના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે એ જાણકારી નથી મળી શકી કે આ પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહેશે.
ઉપરાંત વધતા પ્રદૂષણને કારણે વૈષ્ણો દેવીમાં કોઈપણ પ્રકારના નવા નિર્માણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે કન્સ્ટ્રક્શન પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. જણાવીએ કે, વૈષ્ણો દેવીમાં અનેક વખત લેન્ડ સ્લાઇડિંગની ઘટનાઓ બનતી રહે છે.
નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે માતા વૈષ્ણો દેવીના દર્શનને લઈને મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. એનજીટીએ આદેશ જારી કરતાં કહ્યું કે, હવે એક દિવસમાં 50 હજારથી વધારે લોકોને ઉપર નહીં જવા દેવામાં આવે. આ આદેશ આજથી લાગુ કરવામાં આવશે.