ISISના નવા મૉડ્યૂલને લઇને NIAના 16 ઠેકાણાં પર દરોડા, 9 લોકોને કર્યા અરેસ્ટ
આઇએસઆઇએસના નવા મૉડ્યૂલનું નામ ‘હરકત ઉલ હર્બ એ ઇસ્લામ’ છે. એનઆઇએના એક પ્રવક્તાએ જણાવ્યુ કે ‘દરોડાની કાર્યવાહી ચાલુ છે.' સર્ચ ઓપરેશનમાં NIA ઉપરાંત ઉત્તરપ્રદેશ એન્ટી ટેરરરિઝમની ટીમ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીઓએ જણાવ્યુ કે 26 જાન્યુઆરીના સમારોહ પહેલા તેઓ દિલ્હી અને યુપીમાં એવા ઠેકાણાઓ ધ્વસ્ત કરવા ઇચ્છતા હતા, આ દરોડા દરમિયાન વિસ્ફોટક પદાર્થ એમોનિયમ નાઇટ્રેટ અને રિવૉલ્વર જપ્ત કરાઇ છે.
યુપી એટીએસે માહિતી આપી છે કે આ મામલે અમરોહાથી 5 સંદિગ્ધોને પકડી પાડવામાં આવ્યા છે. લગભગ 10 સંદિગ્ધોને પુછપરછ માટે મોકલવામાં આવ્યા છે. એક રિપોર્ટ્સ અનુસાર આ નવા મૉડ્યૂલમાં અમરોહાની એક મસ્જિદના મૌલવી અને એક થર્ડ-ઇયરની સિવિલ એન્જિનીયરનો વિદ્યાર્થી મુખ્ય આરોપી છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બુધવારે આતંકી સંગઠન આઇએસઆઇએસના નવા મૉડ્યલને લઇને ચાલી રહેલી પોતાની તપાસના સિલસિલામાં ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હીમાં 16 ઠેકાણો પર દરોડા પાડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -