NIRએ પણ કરાવવો પડશે મોબાઇલ વેરિફાઇ, ટૂંક સમયમાં લાગું થશે નવો નિયમ

સુંદરરાજને જણાવ્યું કે આધાર ન હોય તો મોબાઈલ નંબર વેરિફિકેશન માટે પાસપોર્ટનો ઉપયોગ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. જો કે હજુ આ સ્પષ્ટતા નથી થઈ. સુંદરરાજને કહ્યું કે પોતાનો નંબર વેરિફાઈ કરવાવું જરૂરી છે જેથી તેના નામ પર સિમ લઈને કોઈ તેનો દુરુપયોગ ના કરે.
નવી દિલ્લી: ભારતના દરેક નાગરિકના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. હવે ભારત સરકારે આ નિયમ પ્રવાસી ભારતીઓ અને ભારત ફરવા આવતા પર્યટકો માટે બનાવવા માટે વિચાર કર્યો છે.
જે પ્રવાસી ભારતીઓ પાસે આધાર કાર્ડ નથી તેમણે પણ પોતાનો આધાર કાર્ડ નંબર વેરિફાઈ કરાવવું પડશે. વિદેશી પર્યટકોએ પણ પોતાનો નંબર વેરિફાઈ કરાવવું જરૂરી રહેશે.
પીટીઆઈ અનુસાર ટેલિકોમ વિભાગની આ મામલે યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) સાથે વાતચીત ચાલી રહી છે. પ્રવાસી ભારતીય અને વિદેશી પર્યટકોને મોબાઈલ નંબર વેરિફાઈ કરવામાં આવશે. ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને કહ્યું કે આગામી દિવસોમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવમાં આવશે.