નીરવે EDને મોકલ્યો ત્રીજો ઇમેલ, કહ્યું- 'હું પૈસા પણ નહીં ચૂકાવું અને ભારત પણ નહીં આવું'
મેલમાં કહેવામાં આવ્યું છે કે તમે ગેરકાયદેસર અને બિનસત્તાવાર રીતે કેટલાક બેન્ક અધિકારીઓ મારફતે એલઓયુ હાંસલ કરી રહ્યાં હતાં. ક્યારેય પણ અમારી બેન્ક દ્વારા તમારી ત્રણ ભાગીદાર કંપનીઓને આ ફેસિલીટ આપવામાં આવી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) મહાકૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીએ ઇડીને ખુલ્લો પડકાર ફેંક્યો છે, નીરવે ત્રીજો મેલ મોકલ્યો છે જેમાં કહ્યું છે કે તે ભારત પણ નહીં આવે અને પૈસા પણ નહીં ચૂકવે. પીએનબી કૌભાંડ મામલે ઇડીએ નીરવ મોદીને ઇમેલ દ્વારા નોટિસ મોકલી હતી.
પીએનબી નીરવ મોદી પાસેથી દેવાની રકમ વસૂલવા માંગે છે પણ નીરવ મોદી પહેલા જ ઇનકાર કરી ચૂક્યા છે તેમની મિલકતો ઇડીએ સીલ કરી છે જેના કારણે તે દેવું ચૂકાવી શકે તેમ નથી.
ઉપરાંત પીએનબીએ નીરવ મોદીના એક ઇમેલના જવાબમાં તેને દેવુ ચૂકવવાની યોગ્ય યોજનાની સાથે આ વાત કહી છે. સુત્રોએ જણાવ્યું કે, પીએનબીના મુખ્ય મેનેજર (આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વિભાગ) અશ્વિની વત્સે નીરવ મોદીને તેના મેલનો જવાબ મોકલ્યો છે.
ઇડીએ મોકલેલા મેલમાં ઇડીએ સ્પષ્ટ કહ્યું કે, તે 11 હજાર 400 કરોડના પીએનબી મહાકૌભાંડમાં ઇડીની સામે હાજર નથી થઇ શકતો. નીરવે આ માટે પાસપોર્ટ રદ્દ અને બિઝનેસમાં બિઝી હોવાનો હવાલો આપ્યો છે.
આ મામલે જોડાયેલા અધિકારીઓ અનુસાર, ઇડીએ નીરવ વિરુદ્ધ હવે તાજુ સમન રજૂ કર્યું છે. આ પહેલા તેના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત ફટકરાવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -