સેના પ્રમુખ સાથે જમ્મુ-કશ્મીર પહોંચ્યા રક્ષામંત્રી, સિયાચિનમાં જવાનો સાથે કરશે દશેરાની ઉજવણી
નવી દિલ્લી: રક્ષા મંત્રી નિર્માલ સીતારમણ જમ્મુ-કશ્મીરની બે દિવસના પ્રવાસ પર આજે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાના પ્રવાસ દરમિયાન સરહદ પરની સુરક્ષાની સમિક્ષા કરશે. સુત્રોએ જણાવ્યું કે તેઓ સેના પ્રમુખ બિપિન રાવત સાથે આવી પહોંચ્યા હતા. આ જમ્મુ-કશ્મીરની તેમની પ્રથમ યાત્રા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણ રક્ષા અધિગ્રહણ પરિષદ(ડીએસી)ની બેઠકની અઘ્યક્ષતા કરતા ભારતીય નૌસોનાના જહાજો માટે સ્વદેશી સુનાર ખરીદવા અને મિસાઈલ ખરીદવા માટે 200 કરોડ રૂપિયાની એક પરિયોજનાને મંજૂરી આપી દીધી છે. સીતારમણ રક્ષામંત્રી બન્યા બાદ પરિષદની આ પ્રથમ બેઠક છે. મંત્રીને દરેક પખવાડીએ ડીએસીની બેઠક આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. ડીએસી રક્ષા અધિગ્રહણનો નિર્ણય લેનાર મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે.
સૂત્રો પ્રમાણે, સીતારમણ ઘાટીમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર મુખ્ય ચોકીઓ, ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા અને સિયાચિન ગ્લેશિયરની મુલાકાત પણ કરશે. રક્ષામંત્રી સીતારમણ સાથે આ યાત્રા દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ સાથે છે. તેઓ ઘાટીમાં સુરક્ષા સ્થિતિની માહિતી લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -