યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કારણે ભારત પછાત રહ્યુ છેઃ નીતિ આયોગના સીઇઓ
અમિતાભ કાંતે ચેલેન્જીસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા વિષય પર કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવાના મામલે ઝડપથી સુધારો આવ્યો છે, પણ આપણે માનવ વિકાસ સૂંચકાંકમાં ઘણા પાછળ છીએ. આ મામલે દુનિયામાં 188 દેશોમાં ભારતની 133માં નંબરની પૉઝિશન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને કહ્યું કે, માનવ વિકાસ સૂંચકાંકમાં સુધારવા માટે સામાજિક સંકેતો પર ધ્યાન આપવું પડશે, અમે આકાંક્ષા જિલ્લા કાર્યક્રમ દ્વારા આના પર કામ કરી રહ્યાં છીએ. કાંતે કહ્યું કે, ભારતને બદલવાના પડકારોને જોતા તો દેશના દક્ષિણી અને પશ્ચિમી રાજ્યો બહુજ સારું કામ કરી રહ્યાં છે, તે ઝડપથી આગળ વધી રહ્યાં છે.
નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અમિતાભ કાંતે સોમવારે કહ્યું કે, દેશના દક્ષિણી અને પશ્ચિમી રાજ્યો ઝડપથી વિકાસ કરી રહ્યાં છે, પણ ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોના કારણે દેશ પછાત રહ્યો છે. કાંતે આ રાજ્યોમાં કથળતા શિક્ષણના સ્તર અને વધતા શિશુ મૃત્યુદર પર પણ ચિંતા દર્શાવી. કાંત જામિયા મિલ્લિયા ઇસ્લામિયા વિશ્વ વિદ્યાલયમાં પહેલા અબ્દુલ ગફાર ખાન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -