નિતિન ગડકરીની કોન્ટ્રાક્ટરોને ચેતવણી, કહ્યું- ભ્રષ્ટાચાર કરનારને બુલડોઝર નીચે દાટી દઈશ
તેમણે કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટરોને લઈને કહ્યું, તમારી પાસેથી પૈસા નથી લીધા. આ ભારતના ગરીબોની સંપત્તિ છે. આ ડેમ બની રહ્યા છે, કેનાલ બની રહી છે, રોડ રસ્તા બની રહ્યા છે, દરેક ગામમાં વિજળી જઈ રહી છે, ઉદ્યોગ આવી રહ્યા છે, બેરોજગારને રોજગાર મળી રહ્યો છે અને દેશ આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિતિન ગડકરીએ કહ્યું દેશમાં ફંડની કોઈ અછત નથી પરંતુ તે ભ્રષ્ટાચારને સહન નહી કરે. તેમણે કોન્ટ્રાક્ટોરોને લઈને કહ્યું, હું તેમને પૂંછુ છું તમે ચંબલ હાઈવે ક્યારે શરૂ કરશો? કેટલા પૈસા જોઈએ છે 8 હજાર કરોડ કે 10 હજાર કરોડ, ઈંદોર-ભોપાલ કરવો છે, 6 હજાર કરોડ, કેટલા જોઈએ છે જણાવો? સબમિટ કરો,જમીન અધિગ્રહણ કરો, ભૂમિ પૂજન કરો અને કામ શરૂ કરો.
ભોપાલ: કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે મધ્ય પ્રદેશના બેતુલમાં રોડ નિર્માણમાં રહેલા ભ્રષ્ટાચારીઓને બુલડોઝરની નીચે દબાવી દેવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન મજૂરોને સંબોધન કરતા નિતિન ગડકરીએ કહ્યું, રોડનું કામ સારી રીતે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તે કોન્ટ્રાક્ટરને જોવાનું છે. જો ભ્રષ્ટાચાર કરશે તો મે કોન્ટ્રાક્ટરોને કહ્યું છે કે બુલડોઝર નીચે તમને દબાવી દઈશ યાદ રાખજો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -