નીતિશ કુમાર 2019માં કયા પક્ષ સાથે રહીને લડશે ચૂંટણી, જાણો વિગત
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને પાર્ટીના હિતમાં કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધે પણ પ્રસ્તાવ પાસ કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પણ તેઓ ભાજપનું સમર્થન કરશે તેવું નક્કી કર્યું છે. જોકે JDUએ નાગરિક સંશોધન ખરડાના મુદ્દે સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
રવિવારે બિહારના CM અને JDUના પ્રમુખ નીતિશ કુમારની અધ્યક્ષતામાં પહેલી વખત દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ મળીને ચૂંટણી લડશે તેવા નિર્દેશ આપ્યાં છે.
નવી દિલ્હીઃ બિહારમાં સીટોની વ્હેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. સૂત્રો પ્રમાણે 2019માં ભાજપ-JDU વચ્ચે ગઠબંધન યથાવત્ રહેશે તેમ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું છે. જોકે બેઠકની વહેંચણીને લઈને હજુ મડાગાંઠ યથાવત જ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -