બાલિકા ગૃહ રેપ કાંડ પર પ્રથમ વખત બોલ્યા નીતિશ, કહ્યું- 'દોષિતોને છોડવામાં નહીં આવે'
મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓના ચક્કરમાં સમાજ ન પડે. કોઈ વ્યવસ્થાની કમર ન તોડે. આરોપીઓને કાયદાની કોર્ટમાં ઊભા કરીશ અને દોષિતોને સજા અપાવીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિશ કુમારે કહ્યું, સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સરકારે અટોર્ની જનરલને કહ્યું છે કે હાઈકોર્ટની દેખરેખમાં તપાસ થાય. નીતિશકુમારે કહ્યું કે આવી ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે પારદર્શક તંત્ર બનાવવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે 'પીડિત બાળકીઓના મનમાં ખુબ પીડા છે. કેટલાક લોકો માનસિક રીતે વિકૃત હોય છે, જે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. જ્યાં સુધી હું છું, સમાજસુધારનું કામ કરતો રહીશ. હું જ્યાં સુધી રહીશ, કાયદાનું રાજ રહેશે.'
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મુઝફ્ફરપુર બાલિકાગૃહમાં થયેલા શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટનાને શર્મસાર ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી ખુબ પીડા થઈ છે. નીતિશકુમારે કહ્યું કે સિસ્ટમમાં ખામીના કારણે આવું થાય છે. અમે તમામ વાતની જાણકારી લીધી છે. તેમણે બિહારના લોકોને ખાતરી આપતા કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -