આજે મોદી સરકારની અગ્નિપરીક્ષા, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ
શિવસેનાએ હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારના પક્ષમાં મતદાન કરશે. તેની સાથે તમિલનાડુની આઈએડીએમકે પણ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાના સાંસદમાં 18 અને એઆઈએડીએમકે ના 37 સભ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની વાત એ પણ છે કે આવતીકાલે પ્રશ્નકાળ અને લંચ નહીં થાય. અવિશ્વાસ પર ચર્ચા માટે સાત કલાકનો સયમ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પાંચ દિગ્ગજ નેતા અને મંત્રી ચર્ચામાં ભાગ લેશે.
સૂત્રો અનુસાર કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરશે. શુક્રવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થશે. ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરશે. ટીડીપી રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકાર કરાયો છે, ટીડીપીએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઈને એનડીએનો સાથ છોડી દીધો હતો.
ચર્ચામાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે ભાજપને સૌથી વધુ 3 કલાક અને 33 મિનિટનો સમય મળશે જ્યારે કોંગ્રેસને માત્ર 38 મિનિટ બોલવા મળશે. ભાજપ વતી પાંચ મોટા નેતા અને મંત્રી સરકારનો પક્ષ મૂકશે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી બોલશે તેવી સંભાવના છે. ભાજપનાં સૂત્રોએ 314 સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે. બીજી બાજુ અવિશ્વાસના પરિણામથી વાકેફ વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા આ તકનો ઉપયોગ કરશે.
નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા આજે મોદી સરકારની અગ્નિપરીક્ષા છે. સરકાર વિરૂદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા થશે. સવારે 11 કલાકથી સાંચે 6 કલાક સુધી એટલે કે સાત કલાક સુધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે. ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી આપશે. આ દરમિયાન લોકસભામાં અન્ય કોઈ કામ નહીં થાય. 545 સભ્યોની લોકસબામાં હાલમાં દસ સીટ ખાલી છે. માટે બહુમતનો આંકડો 268નો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -