અવિશ્વાસ પ્રસ્તાવ: રાહુલ ગાંધીની ‘જાદુ કી ઝપ્પી’ પર નરેન્દ્ર મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત
કોણ કહે છે અમારી પાસે સંસદમાં નંબર નથી આવું કહેવું તે અહંકાર નથી? મોદીએ સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે કટાક્ષ કર્યો હતો. આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, આ તો કોંગ્રેસ અને તેના કહેવાતા ગઠબંધનનો ફોર્સ ટેસ્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન આપને એટલી શક્તિ આપે કે 2024માં તમે ફરી અવિસ્વાસ પ્રસ્તાવ લાવો. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી ભેટ્યા હતાં. જેના પર ટોણો મારતા મોદીએ જવાબ આપ્યો હતો અને મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ખુરશી લઈ લેવાની આટલી બધી ઉતાવળ કેમ છે? રાહુલ ગાંધી મોદીની તરફ ગયા હતા અને તેમને ભેટ્યા હતા જેને લઈને આ ટોણો માર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પણ મોદીએ ટોણો મારતા કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકને તમે જુમલો કહીને જવાનોનું અપમાન કરી રહ્યા છો.
મોદીએ કહ્યું કે, આંખની વાત કરનારાંઓની આંખોનો ખેલ તો દુનિયાભરનાં લોકોએ આજે ટીવી પર જોયો. કઈ રીતે આંખો ખોલવામાં આવે છે, કઈ રીતે બંધ કરાય છે. એટલું તો ધ્યાન રાખો કે પેટ્રોલને GSTથી બહાર રાખવાનો નિર્ણય તમારી સરકારે લીધો હતો.
મોદીએ કહ્યું કે, આ અભિમાન જ છે કે જેઓ કહે છે અમે ઊભા રહીશું તો PM 15 મિનિટ પણ ઊભા ન રહી શકે. હું આજે ઊભો પણ છું અને છેલ્લાં 4 વર્ષથી મેં જે કંઈ કર્યું તેના પર અડગ પણ છું.
સરકારની કામગીરી પર દેશને વિશ્વાસ છે પણ જે લોકો પોતાના પર વિશ્વાસ નથી કરતા તેઓ અમારા પર વિશ્વાસ ક્યાંથી કરે. કોંગ્રેસને ખુદ પર અવિશ્વાસ છે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળ તેનો ઘમંડ છુપાયેલો છે.
મેક ઇન ઇન્ડિયા, જીએસટી જેવા બદલાવ પર પણ વિપક્ષને વિશ્વાસ નથી. સૌથી ઝડપી વિકાસ કરી રહેલી અર્થવ્યવસ્થા આજે ભારતની છે. જેના પર ગૌરવ કરવું જોઇએ. મોદીએ દાવો કર્યો હતો કે લાખો શેલ કંપનીઓને અમે તાળા લગાવ્યા છે.
નવી દિલ્હી: સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આખો દિવસ ચર્ચા ચાલી હતી. જોકે રાત્રે સાડા નવ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ટોણો માર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષને પોતાના સંગઠનના વિખેરી જવાની ચિંતા છે માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. ત્યા બાદ મોદીએ સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી અને દાવો કર્યો હતો કે મારી સરકારની કામગીરી પર દેશને વિશ્વાસ છે પણ વિપક્ષને નથી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારી સરકારના કાર્યકાળમાં જે લોકો વિજળીથી વંચીત હતા તેમને વિજળી પહોંચાડવામાં આવી, જનધન યોજનાથી હજારો ગરીબોને ફાયદો થયો છે. વિમા સુરક્ષા કવચ આપ્યું. અમે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
મોદીએ જણાવ્યું હતું કે, સિંચાઇની પડતર યોજનાઓને પુરી કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમે અનેક કામો કર્યા છતાં વિપક્ષને અમારા પર વિશ્વાસ નથી. અગાઉની સરકારના કાર્યકાળમાં એલઈડી બલ્બ 400 રૂપિયામાં વેચાતો હતો આજે 40 રૂપિયામાં મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -