મમતા બેનર્જીએ આ વર્ષે ફરી મુહર્રમના કારણે દશેરા પર દુર્ગા વિસર્જન પર લગાવ્યો પ્રતિબંધ
મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, મુહર્રમના કારણે દુર્ગા મૂર્તિનું વિસર્જન દોઢ દિવસ માટે રોકી દીધું છે. શ્રદ્ધાળુંઓ દશેરાની સાંજે 6 વાગ્યે સુધી જ દુર્ગામાતાની મૂર્તીનું વિસર્જન કરી શકશે. તેના આગલા દિલસે મુહર્રમ હોવાના કારણે પહેલી ઓક્ટોબરે દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર આ વર્ષે પણ દશેરા પર દુર્ગા વિસર્જન વિવાદમાં પડી શકે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દશેરા પર દુર્ગાપૂજા મૂર્તિ વિસર્જનને લઈને 30 સપ્ટેમ્બરે સાંજે 6 કલાકેથી પહેલી ઓક્ટોબર સુધી વિસર્જન ન કરવાનો આદેશ આપ્યો છે. તેમનો આ આદેશ ઉગ્ર બની ગયો છે. ભાજપે પહેલા પણ આના પર લઘુમતિ તુષ્ટીકરણ પર આરોપ લગાવતી આવી છે.
અગાઉ પણ ગત વર્ષે કોલકત્તા પોલિસે મુહર્રમને ધ્યાનમાં લેતા દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન પર રોક લગાવવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ દેશભરમાં આ મુદ્દે વિવાદ થયો હતો. ગત વર્ષે 11 ઓક્ટોબરે દશેરો હતો અને તેના આગલા દિવસે મુહર્રમ. આને લઈને કોલકતા હાઈકોર્ટે રાજ્ય સરકારે ઝાટકણી કરતા કહ્યું હતું કે, આ એક સમુદાયની લાગણી દુભાવાનો પ્રયાસ છે. ભાજપે આ નિર્ણયને લઈને મમતા પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -