એમ્બ્યુલન્સ માટે ન હતા રૂપિયા, હાથગાડી પર પત્નીનો મૃતદેહ લઈને 60 કિલોમીટરનું અંતર કાપ્યું
હૈદ્રાબાદઃ હૈદ્રાબાદમાં એક ભીખ માગનાર વ્યક્તિ જ્યારે રૂપિયા ન હોવાને કારણે પત્નીના મૃતદેહને પોતાના પૈતૃક ગામ લઈ જવા માટે ભાડા પર એમ્બ્યુલન્સ ન કરી શકી તો તેણે શબને એક હાથગાડીમાં રાખીને 60 કિલોમીટર સુધીનું અંદર કાપ્યું. પરંતુ બન્યું એવું કે તે રસ્તો ભટકી ગયો અને મેડક જિલ્લાની જગ્યાએ વિકારાબાદ શહેર પહોંચી ગયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિકારાબાદ ટાઉન સક્લ ઇન્સપેક્ટર જી રવિએ જણાવ્યું કે, રામુલૂની પાસે એટલા રૂપિયા ન હતા કે તે વાહન ભાડા પર લઈ શકે, માટે તેણે કવિતાના શબને એક હાથગાડી પર રાખી અને તેની સાથે ચાલતા ચાલતા બપોરે વિકારાબાદ પહોંચ્યા. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, કેટલાક સ્થાનીક લોકોએ રામુલૂને તેની પત્નીના મૃતદેહ પાસે રડતા જોઈને પોલીસને જાણ કરી ત્યાર બાદ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી અને શબને રામુલૂના પૈતક સ્થાન પહોંચાડવામાં આવ્યું.
રક્તપિત્તની દરદી કવિતા અને રામુલૂ બન્ને હૈદ્રાબાદમાં લેન્ગર હોજમાં ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બીમારીને કારણે ચાર નવેમ્બરે કવિતાનું લિંગમપલ્લી રેલવે સ્ટેશન પાસે મૃત્યું થઈ ગયું. મેડક જિલ્લામાં મનૂર મંડલના રહેવાસી રામુલૂએ પત્નીના મૃત્યુ બાદ પોતાના પૈતૃક ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો અને કેટલાક સ્થાનીક ખાનગી વાહનોને પત્નીના મૃતદેહબને લઈ જવા માટે કર્યું, પરંતુ તેમણે 5000 રૂપિયી માગ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -