આજથી જૂની નોટ બદલાવી નહીં શકાય, જરૂરી સેવા માટે 15 સુધી જૂની 500ની નોટ ચાલશે
કેન્દ્ર અને રાજ્ય સરકારોની સ્કુલો, મ્યુનિસિપાલિટી, સ્થાનિક એકમોની સ્કુલોમાં પ્રતિ વિદ્યાર્થી ૨૦૦૦ રૂપિયા સુધીની ફી જૂની નોટ મારફતે જમા કરાવી શકાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોલેજોની ફી અદા કરવામાં પણ આમાં ઉપયોગ કરી શકાશે. ૫૦૦ રૂપિયા સુધી માટે પ્રિપેઈડ મોબાઈલ ટોપ અપમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી ડિસેમ્બરથી લઈને ૧૫મી ડિસેમ્બર સુધી ૫૦૦ રૂપિયાની આ જૂની નોટો મારફતે ટોલ ટેક્સ પણ આપી શકાશે. ત્રીજી ડિસેમ્બરથી એટલા માટે છે કે સરકારે બે ડિસેમ્બર સુધી જ ટોલ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. વિદેશી નાગરિકો દર સપ્તાહમાં પાંચ હજા રૂપિયા સુધીની વિદેશી કરન્સી બદલાવી શકશે. જ્યારે પણ આવું કરાવશે ત્યારે તેમના પાસપોર્ટ ઉપર આ સંદર્ભમાં એન્ટ્રી કરવામાં આવશે.
નવી દિલ્હી: આજથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ બદલાવી શકાશે નહીં. જરૂરી સેવાઓ ઉપર છૂટછાટને જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હવે જૂની નોટને હવે માત્ર બેંકમાં જ જમા કરાવી શકાશે. આવી નોટને જમા કરવાની અવધિ ૩૦મી ડિસેમ્બર સુધી છે.
સરકારે ગુરુવારે નોટબંધી સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય કર્યા હતા. જે અંતર્ગત આજથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટને બેંક કાઉન્ટરથી નવી નોટથી બદલી શકાશે નહીં. જોકે રાહત આપીને સરકારે અનેક સેવાઓમાં માત્ર ૫૦૦ રૂપિયાની જૂની નોટના ઉપયોગની અવધિને ૧૫મી ડિસેમ્બર સુધી વધારી દીધી છે. આ જૂની 500ની નોટ મારફતે વર્તમાન અને બાકી વીજળી બિલ અને પાણી બિલની ચૂકવણી કરી શકાશે. સાથે સાથે આનો ઉપયોગ પેટ્રોલ પંપ અને દવાની દુકાનો ઉપર પણ કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -