નમાઝ પર વિવાદ વધ્યો, વિકાસ અધિકારીએ કહ્યું- અમે કોઇને પણ બાગ-બગીચામાં નમાઝ નહીં પઢવા દઇએ
નોઇડા પોલીસની દલીલ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ રીતની પબ્લિક મીટિંગથી સાંપ્રદાયિક સૌહર્દ બગડી શકે છે. નોઇડા પોલીસે કંપનીઓને કહ્યું કે, તેઓ તેમના કર્મચારીને મસ્જિદ, દરગાહ કે ઓફિસના કેમ્પસમાં જ નમાઝ પઢવા માટે કહે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નોઇડા પોલીસે નોઇડાના કોઇપણ બાગ-બગીચામાં નમાઝ પઢવા પર પાબંદી લગાવી દીધી હતી, નોઇડાની કેટલીક કંપનીઓને આ અંગે નોટિસ આપીને જાણ પણ કરવામાં આવી હતી.
તેમને કહ્યું કે, લગ્ન પ્રસંગે કે અને સાસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે ચાર્જ લઇને પરમીશન આપવાની જોગવાઇ છે. પરમીશન વિના પાર્કોમાં કોઇપણ પ્રકારનું ધાર્મિક ક્રિયાકર્મ થવા દેવામાં નહીં આવે.
નવી દિલ્હીઃ નોઇડાના બાગ-બગીચા કે જાહેરમાં નમાઝ પઢવાને લઇને વિવાદ વધતો જાય છે. હવે આ મામલે નોઇડા વિકાસ નિગમના એક અધિકારીએ કહ્યું કે, નોઇડામાં કોઇને પણ જાહેરમાં નમાઝ પઢવાની પરવાનગી આપવામાં નહીં આવે.
નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપનિર્દેશક (ઉદ્યાન) મહેન્દ્ર પ્રકાશે કહ્યું કે નિગમના કોઇપણ પાર્કમાં ના નમાઝ પઢવાની કોઇ અનુમતી આપવામાં આવી છે, અને ના કોઇ ભવિષ્યમાં પરમીશન આપવામાં આવશે, કેમકે અમારા નિમયોમાં નમાઝ પઢવા માટે કોઇ પરમીશનની જોગવાઇ નથી.