✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિજિટલ પેમેન્ટ અંગેની તમામ મુશ્કેલી દૂર કરવા સરકારે શરૂ કરી હેલ્પલાઈન સેવા, જાણો શું છે નંબર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2016 07:44 AM (IST)
ડિજિટલ પેમેન્ટ અંગેની તમામ મુશ્કેલી દૂર કરવા સરકારે શરૂ કરી હેલ્પલાઈન સેવા, જાણો શું છે નંબર
1

સૉફ્ટવેર સેવા કંપનીઓના સંગઠન નાસકોમ(NASSCOM)ના અધ્યક્ષ આર. ચંદ્રશેખરે આ જાણકારી આપતા જણાવ્યું કે, ‘સરકારે દેશભરમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે જનતાની મદદ કરવા નાસકોમને અપીલ કરી હતી. જેના આધારે અમે સરકારને દેશવ્યાપી ટોલ ફ્રી નંબર સ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો. જે બાદ સરકારના દૂરસંચાર વિભાગે 14444 નંબર જાહેર કર્યો છે. જેના આધારે અમે મદદ માટે ખાસ કોલસેન્ટર સ્થાપિત કરી રહ્યા છીએ. જેને ટૂંક સમયમાં કાર્યાન્વિત કરી દેવામાં આવશે.’

2

હવે સરકારે જાહેર કર્યું છે કે દેશવ્યાપી ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર-14444 શરૂ કરવામાં આવશે. જે લોકોને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે મદદરૂપ થશે. આ નંબર દ્વારા લોકોને ડિજિટલ પેમેન્ટ દરમિયાન પડતી મુશ્કેલીનું નિરાકરણ અને પ્રશિક્ષણ કરવામાં આવશે. આ ટોલ ફ્રી નંબરને આગામી એક અઠવાડિયાના સમયમાં શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ છે.

3

તાજેતરમાંજ ડિજિટલ પેમેન્ટને લઈને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગ દ્વારા એક ટીવી ચેનલ ડિજિશાળા શરૂ કરવામાં આવી છે. જેનું પ્રસારણ દૂરદર્શનના ડીટીએચ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેવી જ રીતે કેશલેસઇન્ડિયા વેબસાઇટની પણ શરૂઆત કરવામાં આવી છે.

4

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500-1000ની ચલણી નોટબંધ કર્યા બાદ સરકાર દેશમાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પ્રયાસો કરી રહી છે. આવા જ પ્રયાસો અંતર્ગત સરકારે કાર્ડ પેમેન્ટ પર સર્વિસચાર્જ નાબૂદ કર્યો છે. દેશમાં ઇલેક્ટ્રોનિક લેણદેણને પ્રોત્સાહિત કરવા નીતિ આયોગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સપ્તાહિક અને ત્રિમાસિક લકી ડ્રો પુરસ્કાર યોજના શરૂ કરવા કહ્યું છે. ત્યારે હવે સરકાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લગતી એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે. આ હેલ્પલાઇનનો નંબર-14444 રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડિજિટલ પેમેન્ટ અંગેની તમામ મુશ્કેલી દૂર કરવા સરકારે શરૂ કરી હેલ્પલાઈન સેવા, જાણો શું છે નંબર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.