હવે 500 અને 1000ની નોટોથી વ્યવહાર કર્યો તો જશો જેલમાં, જાણો કેટલી થઈ શકે સજા ?
અમદાવાદઃ કેન્દ્રની મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરી નાંખી એ પછી પણ લોકો 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોથી વ્યવહાર કરી રહ્યા છે. જો કે આ નાણાં વ્યવહાર ભારે પડી શકે છે અને નોટ લેનાર તથા આપનાર બંનેએ જેલમાં જવું પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેપારીઓ પાસે અત્યારે 500 અને 1000ની જે નોટો પડી રહી છે તેનો હિસાબ આપવો પણ જરૂરી છે. મોદી સરકારે આ નોટો જમા કરાવવા માટે 30 ડીસેમ્બર સુધીનો સમય આપ્યો છે તે જોતાં હાલમાં કદાચ બહુ તવાઈ ના આવે પણ એક વાર આ મુદત પતે પછી તવાઈ શરૂ થશે.
અનાજ-કરીયાણા, દૂધ અને શાકભાજીના વેપારીઓ પણ ધંધો, વ્યવહાર અને ગ્રાહક સાચવવા 500 અને 1000ની નોટો લઈ રહ્યા છે. કાયદા પ્રમાણે આ લોકો પણ ગુનો કરી રહ્યા છે તેથી તેમને પણ પકડીને જેલભેગા કરી શકાય અને આરોપ સાબિત થાય તો તેમને પણ સજા થઈ શકે.
કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ્દ કરાયાની જાહેરાત બાદ એક તરફ લોકો લોકોએ નોટો બદલવા કે જમા કરાવવા રીતસર પડાપડી શરૂ કરી દીધી છે ત્યારે બીજી તરફ જવેલર્સ, રીયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત ઘણા લોકો હજુ પણ જુની નોટોથી વેપાર કરીને લોકોની ગરજનો લાભ લઈ રહ્યા છે.
માત્ર એટલું જ નહીં પણ આ નોટોથી વ્યવહાર કરતા હોવાનો આરોપ સાબિત થાય તો તેને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દરોડા પાડીને આ પ્રકારના વ્યવહારો કરનારાંને ખુલ્લા પાડવાની અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે.
કાયદા પ્રમાણે ચલણી નોટો રદ્દ થાય પછી આ નોટોથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરી શકાય. કોઈ પણ વ્યકિત, વેપારી કે સંસ્થા આવી નોટો સ્વીકારી વેપાર વિનિમય કરે તો તેમની સામે ફરીયાદ થઈ શકે છે અને આરબીઆઈ એક્ટ 1937ની કલમ 59 બી મુજબ ગુનો દાખલ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -